________________
૩૪. દૈવતત્ત્વની મહત્તા
૩૬૧
આપણે હિસાબે, શ્રીમાન્ જિનેશ્વર દેવા એ સુધૈવ છે અને તે જ તેમની ઉપાસનાનું આપણને ફળ પણ મળી શકે છે, જો આપણી આવી માન્યતા જ ન હાય તા તા પછી શ્રીમાન જિનેશ્વર દેવા અને બીજા કુદેવા એ બધા સરખા જ છે. દેવતત્ત્વ કચે રૂપે રહેલું છે એ ન જાણીએ ત્યાં સુધી દેવની પૂજા એ પથ્થર પૂજા છે, પરંતુ દેવત્વ કયે સ્વરૂપે રહેલુ છે તે જાણીને પછી એ પરમેાપકારી દેવને પૂજીએ તે તે સેવા એ સાચી દેવસેવા છે અને તે દેવસેવા કરવાનું સાચું ફળ પણ અવશ્ય મળે જ છે. અર્થાત્ આ સઘળા કથનના આશય એ છે કે- ગુરુતત્ત્વને નિશ્ચય કર્યાં વગર દેવની સેવા કરીએ તે તે સવ્થા અથહીન જ છે તેથી કોઇ પ્રકારના અથ સરતા જ નથી.
આંધળાને હીરા
તમે ત્યાગને તત્ત્વરૂપ માનેા અને તેને તત્ત્વ માનીને તે તત્ત્વના પ્રવતર્તીક તરીકે દેવપણું માને તે જ તમારી માન્યતા સાક્ષ્ક છે; નહિ તો તમારી માન્યતા અર્થ વિનાની છે. આંધળા માણસ લાકડી ઠોકતા ઠોકતા આમથી તેમ અને તેમથી આમ ફરતા ફરતા જતા હાય ત્યાં તેના પગ નીચે જો હીરા આવી ગયા હાય તા તેને પણ લાત મારીને ખાજુએ હડસેલી મૂકશે અને પોતે આગળ ચાલશે. આંધળે તે હીરાને પણ એમજ માનશે કે તે પથ્થર છે, આપણે ધર્માંધ ને તેના સત્ય સ્વરૂપમાં ન સમજીએ, કમનું સ્વરૂપ અને તેની વિશાળતાને ન જાણીએ અને દ્રવ્ય—ભાવથી જ ભગવાન તીર્થંકર ધ્રુવના ઉપદેશ માનીએ અર્થાત્ તીથંકરના ધમ પાળીએ તો એ આંધળાને હીર મળ્યા બરાબર છે. સુધરૂપી હીરા આપણને મળ્યા છે, પરંતુ આપણી દશા તે આંધળા જેવી જ છે. હીરા ફાયઢા કરે છે, હીરો જિંદગીને ફેરવી નાંખે છે, પરંતુ તે કયારે થાય કે જ્યારે આપણી આંખ ખુલ્લી હાય અને આપણને હીરા મળે ! આંધળાને હીરા મળ્યાની તે કશી કિ ંમત જ નથી. તે જ પ્રમાણે જૈનધર્મરૂપી હીરા આપણે