________________
૩૪, દેવતવની મહત્તા
પટ
સીલ મારી આપે ! શાસ્ત્રાજ્ઞાઓ રૂપી કાયદાઓ મોજુદ છે. એ કાયદાએને આધારે અમુક સત્ય છે અને અમુક અસત્ય છે એવું જાહેર કરવાનું જ આ સત્તાના હાથમાં છે, નવા કાયદા બનાવવાનું તે આ સત્તાના હાથમાં નથી જ ! આ સમગ્ર ત્રણ લોકમાં કોઈ પણ કલ્યાણને રસ્તે બતાવનારા હોય છે તે માત્ર દેવ, ગુરુ અને ધમ છે. એ સિવાય બીજા કેઈ કલ્યાણને રસ્તે બતાવી શકે તેમ નથી જ! હવે તમે કેઈ એમ કહેશે કે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે જે કલ્યાણનો રસ્તો બતાવે છે તે પછી એ બધાયને માનીને શું કામ છે? એકલા દેવને જ માન્યા કરીએ તે તેમાં ખોટું શું? તમારે જાણવાની જરૂર છે કે એકલા દેવ એ તે એક પથ્થરને કટકે છે. કદાચ ભગવાન શ્રી મહાવીર દેવ જીવતા હોય છે તેઓ પણ દ્રવ્ય દષ્ટિએ એક માંસના લેચા જ છે.
દેવત્વ-બુદ્ધિએ દેવની પૂજા
મહાવીર ભગવાન ભગવાન છે, તીર્થકર છે, દેવાધિદેવ છે, સર્વજ્ઞ છે, સર્વદશી , સર્વજ્ઞાનાધિકારી છે, એ સર્વ કાંઈ છે છતાં દ્રવ્યની દષ્ટિએ તે તેઓ પણ માંસના લેચા સમાન જ છે, તેથી વધારે દ્રવ્ય દૃષ્ટિએ તેમની પણ કાંઈ કિંમત નથી ! ભગવાનની પણ જો તમે કેવળ દ્રવ્ય દષ્ટિએ જ સેવા કરે છે તેથી તમને દેવસેવાનું ફળ મળતું નથી પરંતુ તેમાં જે દેવત્વ રહેલું છે, તેને અંતઃકરણમાં લાવીને, તેવી ભાવના ધારણ કરીને, તેમની સેવા કરે તો જ તમે દેવપૂજાનું ફળ મેળવી શકે છે! ભગવાનનું શરીર એ પણ માંસને લે જ છે. તમે ભગવાનની પગચંપી કરે અને હું માંસને લેચે ચાંપું છું, એવી જ અંતઃકરણમાં ભાવના રાખે તે પછી તમે દેવપૂજાનું ફળ મેળવી શકતા નથી, પરંતુ એ શરીરમાં રહેલા દેવત્વને હૃદયમાં લાવીને પછી તમે શરીરની પગચંપી કરે તે તમને દેવપૂજાનું ફળ અવશ્ય મળે છે. દેખાવ તરીકે તે ખુદ