________________
૩૪. દેવતાની મહત્તા
૩૫૫
હિય, પરંતુ તે વસ્તુઓ તમારા આત્માને માટે તારણ લાવનારી તે નથી જ ! તમે કહેશે કે ત્યારે પુણ્યપ્રકૃતિને લાભ શે ? તમારે અહીં સમજવું જોઈએ કે મળેલી અથવા મેળવેલી વસ્તુઓને પણ સદુપયોગ એ જ લાભ છે. તેના દુરુપયેગથી લાભ થતું નથી. તમે જરા પણ અપ્રામાણિક થયા વિના પૂરેપૂરા ન્યાયનિષ્ઠ રહીને વેપારથી લક્ષમી મેળવે અને એ પૈસે ખરચીને તમે તમારી સંપત્તિની ચોથી રક્ષા કરવાને માટે એક તલવાર લે. તમે મેળવેલે પૈસે પ્રામાણિકતાથી આવેલ છે.
તમારે કેઈ અપ્રામાણિક કે અન્યાયી હેતુ નથી, પરંતુ છતાં એ ન્યાયને માગે કમાએલા પૈસાથી આણેલી તલવાર પણ જે તમે તમારા રક્ષણના કાર્યમાં ન વાપરે અને તે તમારા જ ગાળામાં મારે તે તેથી લાભ નહિ જ થાય ! તમે તમારા પૈસાથી જ અન્ન ઘી, ખાંડ વગેરે ખરીદે અને સાધર્મિક-વાત્સલ્ય કરે તે એથી તમને પુણયની જ પ્રાપ્તિ થાય છે, પરંતુ એ જ અન્ન જે બધું તમે જ ખાઈ જાઓ તે અજીર્ણથી માંદા જ પડે કે બીજું કાંઈ?
આથી સમજવાનું એ છે કે પુણ્યપ્રકૃતિએ મેળવેલાં સાધનને પણ સદુપયોગ કરીએ તે જ સાધને મેળવ્યાં પ્રમાણ અને તે જ એ સાધને તારક નીવડે, નહિ તે એ જ સાધને જીવ લેવાની પણ શક્તિ ધરાવે છે. પુણ્યપ્રકૃતિએ મેળવેલાં સાધને વાપરી છૂટવાં અને નવા કર્મો ઊભાં કરવાં એ પુણ્ય-પ્રકૃતિએ મેળવેલાં સાધનેને સદુપગ નથી, પરંતુ તે દુરુપયેગ જ છે. પુષ્ય-પ્રકૃતિએ મેળવેલાં સાધનેને પચ્ચક્ખાણપૂર્વક ત્યાગ કર એ જ તેને સદપગ છે અને એ રીતે પુણ્ય-પ્રકતિએ મેળવેલા પદાર્થોને
ત્યાગ કર એ જ તે પદાર્થો મેળવ્યાની સફળતા છે. આ સાધને તે વીંછીરૂપ છે અને તે વીંછીરૂપ હેવાથી જ શાસ્ત્રકાર મહારાજાએ અને તેમને પગલે પગલે આગળ ચાલવા તૈયાર થએલા સાધુ મહારાજાઓ પણ એ વીંછીને ત્યાગ કરી દેવાનું જ કહે છે ! તમે જગતને