________________
૩પર
ષોડશક પ્રકરણ દર્શન
આપણું પાછળ પડે ! એ સમયે સાધુની ફરજ છે કે તેણે આપણે બચાવ કરવા બહાર પડવું જ જોઈએ ! જે સાધુ પિતે અશક્ત હોય તે ભલે તે એકરાર કરીને આઘે ખસી જાય. તેની આપણે ચિંતા રાખતા નથી. પરંતુ “સાધુ પોતાને માટે જ આશ્રવ, કષાયામાં પડવાને ઉપદેશ આપે ત્યારે તે જરૂર એ સાધુને સાધુ નહિ, પરંતુ વિશ્વાસઘાતી કહી શકીએ,
કઈ એવી શંકા કરશે કે સાધુને ધર્મ આ રીતે શાંતિ પાથરવાને છે તે પછી સુવિહિત સાધુ મહારાજાએ ઉપદેશ આપે છે તેને અંગે પણ કેટલેક સ્થળે કલહ થાય છે એ કેમ બને છે? ઠીક એ પ્રશ્ન વિચારીએ.
ધારે કે એક માણસ પાસે તમે હૂંડી લખાવી લાવ્યા છે. તમે લખાવી લાવેલી હુંડી ખોટી નથી, તે બરાબર છે, પરંતુ તે છતાં તેનાં નાણું લેતી વખતે સાવચેતી રાખીએ છીએ, પરંતુ આ સંગમાં સાવચેતી રાખીએ એ જ કર્તવ્ય છે. સાવચેતી રાખવાને હુંડીના બદલે નાણું લીધા વગર આપણે રહી શકતા નથી. એ જ પ્રમાણે અહીં હજી સુધી થયેલા સઘળા જ સાધુઓ ક્ષીણકષાયી ન હતા ભગવાન શ્રી એ જ પ્રમાણે ભગવાન શ્રી મહાવીર દેવ જ્યારે વિદ્યમાન હતા ત્યારે ગાળે, જમાલિ વગેરે પાખડીઓ જૈન સાધુ વેશમાં હતા. અર્થાત્ સાધુના વેશને જ આપણે માનવાનું નથી. આ બધા વેશવાળા આત્માને આશ્રવરૂપી લૂંટારાથી બચાવી શકે એમ નથી જ. આ આત્માને આશ્રવરૂપી લૂંટારાના પંજામાંથી તે તે જ બચાવી શકે છે કે જે સાચું નાણું છે. અર્થાત્ ભગવાનના જે સાચા સાધુઓ છે તે જ આ આત્માને આશ્રવ આદિ લૂંટારાઓથી બચાવી શકે એમ છે.
આ મનરૂપી માંકડું દારુ પીધા પછી તે કદી પણ કુદ્યા વિના રહેવા પામતું નથી. વાંદરે દારુ પીએ, તેમાં જે તેના પુણ્યોદયે તેનાં એક બે કાર્યો સફળ થાય તે તે પછી હુપાહુપઃ કુદાકુદ!!