________________
૩૪, દેવતત્વની મહત્તા
૩૪૯
એક કલ્પના કરેઃ ધારે કે તમારા આંગણામાં એક હડકાયા કૂતરો આવીને ઊભે છે અને તમારા વાલી યા માબાપ તમને ધક્કો મારીને ઘરથી બહાર ધકેલીને પેલા હડકાયા તરફ ફેંકી દે છે! તે એ વખતે તમારી શી સ્થિતિ થાય છે? કૂતરા તરફ તમને હડસેલી મૂકવામાં આવે છે, ત્યારે તમારા હૈયામાં શું ધ્રાસકે પડે છે? એ પ્રમાણે સામાયિકમાંથી ઊઠીને સંસાર તરફ જતાં તમોને કદી પ્રાસકે પડે છે? એવું તમને યાદ છે? નહિ!!
આ સંસારને તમે હડકાયા કૂતરા તરીકે ગણ્ય નથી એને અર્થ એ છે કે તમે આ સંસારનું સ્વરૂપ હજી સમજવા જ પામ્યા નથી. અને બીજી તરફ વિષયકષામાં મનરૂપી માંકડું કૂદકા મારી રહ્યું છે! વિષય, કષામાં તમારું મન રૂપી માંકડું કુદી રહ્યું છે એટલું જ નહિ પણ તેના એ કૂદકા આગળ અને આગળ જ વધતા જાય છે, કારણ કે તેમાં તેને સહાયક પણ મળી ગયા છે!
આત્માની આવી સ્થિતિ થવાથી ધર્મની સ્થિતિ મગજમાં આવતી નથી! જેઓ દુનિયાદારીના સાગરીતે છે તેઓ કર્મના સાધનેમાં સામેલ રહે, તે તે વાત એક રીતે સંતવ્ય ગણી શકાય ! પરંતુ જેઓ મનરૂપી માંકડાને દારુ પાનારા છે તેમનું વર્તન તે કોઈ પણ રીતે ચલાવી લઈ શકાય એવું જ નથી! તેઓ તે ધર્મના ખુલ્લા બાધકો જ છે! ત્રણ જગતમાં આત્મા જ્યાં જ્યાં ગમે છે ત્યાં ત્યાં તેને સંસારમાં, વિષયકષામાં ફસાવનારા જ મળ્યા છે, પરંતુ તેને કઈ પણ ભવે પુદ્ગલ જાળમાંથી છોડાવનારા જ કોઈ પણ સ્થળે મળ્યા જ નથી !
જ્યાં જુઓ ત્યાં પડવાની વાત થઈ છે. ચઢવાની વાત કઈ પણ સ્થળે થવા જ પામી નથી.
આ આત્મા જ્યાં જ્યાં ફર્યો છે, ત્યાં ત્યાં તેને દારુ પાનારા અને વીંછી કરડાવનારા મળ્યા છે! પરંતુ એ વિષયકષાયથી આત્માને મર્યાદામાં રાખનારા કેઈ પણ સ્થળે કેઈપણ મળ્યા જ નથી! જે