________________
૩૪૬
- ષોડશક પ્રકરણ દર્શન
ઉપર છોડી મૂકે તો વાંદરાભાઈ છાપરાનું સત્યાનાશ જ વાળી મૂકે ! આ પ્રકારે તમે કઈ છાપરાને નાશ કરો તે એ છાપરાના દુશ્મન કરે છે. એ જ પ્રમાણે જેઓ ધર્મની સામે પણ આ મનરૂપી માંકડાને લડાવવા તૈયાર થાય છે તેઓ પણ ધર્મના દુશ્મને જ છે.
તમે શાંતિથી વિચાર કરશે તે તરત જ જાણી શકશે કે આ મનરૂપી માંકડે ધર્મ તત્ત્વને સ્વભાવથી જ વિરોધી છે અને ખેલી ખાવાને શેખીન છે. તેને ધર્મ કડવા ઝેર જે લાગે છે અને ખેલી ખાવાનું, સંસાર ભેગવવાનું, મઝા કરવાનું એ સઘળું સાકરના પાણી જેવું મીઠું લાગે છે ! તમે સામાયિક કરવા બેસે છે, સામાયિકન બે ઘડીથી પરવારો છે એટલે ઝપાટાબંધ ખુશી થતા થતા સંસાર તરફ દેડી જાઓ છે. “સંસાર તરફ દેડી જાઓ છે એને અર્થ એ છે કે તમે સંસારનાં કાર્યો-કર્મ આશ્રવ તરફ ડેડી જાઓ છે !
તમે ખ્યાલ કરે કે તમે કદાપિ તમારા બારણામાં ઊભા રહેલા હડકાયા કૂતરાની સામે દોડી ગયા છે ખરા ? હડકાયા કૂતરાની સામે તે તમે નજર સરખી પણ નાંખતા નથી, હડકાયા કૂતરાથી ગભરાતા અને બીતા ફરે છે, પરંતુ તે જ તમે આશ્રવ તરફ, વિષયકથા તરફ દોડી જાએ છે એને શું મર્મ નીકળી શકે?
એને મર્મ એટલે જ છે કે તમે આશ્રવ, કષા વગેરેને હડકાયા કૂતરા જેટલા ભયંકર માનતા નથી! હવે ખરી રીતે કેણ વધારે ભયંકર છે તેને વિચાર કરજેહડકાયું કૂતરું તમને કરડે છે તે તે તમારે એક ભવ-એક જન્મ બગાડે છે, પરંતુ જો તમે આશ્રવકષાયોને ડંશ સ્વીકારે છે તે તે ડંશ તે તમને ભવે-ભવે પીડા આપે છે! ભવે ભવે પીડા આપે છે એટલું જ નહિ, પરંતુ ભવે ભવે પીડાના મહાચક્રમાં જ તેમને હડસેલી મૂકે છે! ખરી રીતે હડકાયા કૂતરા કરતાં આશ્રવ કષાયે વધારે ભયંકર હેવા છતાં તમે તેને વધારે ભયંકર માનતા નથી ! જે તમે એને વધારે ભયંકર