________________
૩૪, દેવતરવની મહત્તા
૩૩૭ છે તેને વધારે દુઃખી કરીને શું કરું? અથવા આ બિચારે રેગી જ છે તેને વધારે રેગી કરીને શું કરું ? જે એના પંજામાં સપડાય છે તેને પાપની માફક કર્મ પણ કચડી જ નાંખે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીમાં જે પિતાના ખપ્પરમાં આવે છે તે સઘળાને કર્મ એક ઝપાટે ચક્કર પર ચઢાવી દે છે!
કર્મ જેવી જડ ચીજને વિચારવાનું ન હોય એ સ્વાભાવિક છે. છાપરા પરથી નળિયું પડે છે. તે નળિયું એ વિચાર કરે છે ખરું કે હું આ પડું છું ખરું, પણ મારી નીચે કેણ આવે છે? રખેને બિચારે કે ઈ માણસ તે મારી નીચે ન આવી જાય. એ વિચાર નળિયાને કદી સંભવતું નથી. આ નળિયાને વિચારશક્તિ જ નથી તેથી તેને એ વિચાર આવવા પણ પામતું નથી કે મારા ઝપાટામાં રખેને કેઈ બિચારે ગરીબ ન આવી જાય ! એ જ પ્રમાણે કર્મ પણ કશાને વિચાર કરતું નથી !
સંસારરૂપી અરણ્યમાંથી બચાવનાર ધર્મરૂપી ઘોડે
તમે ધર્મને ઘેડ રાખે. પરંતુ એ ઘડો જે તેજી ન હોય તે આ કર્મ રૂપી વાઘ તમેને રસ્તામાં જંપવા દે એવું નથી. ગરાસિયાએ બાપની આબરૂ પર ડૂબી મરનારા હોય છે. બાપે ઘેડ રાખે હેય તે પોતે પણ ઘડે રાખી મૂકે છે, પણ તે ઘડે કે હોય? મરવાની આળસે જ જીવે એવો ! કેઈ ભાઈબંધ, સ્તદાર પૂછે કે દરબાર! રાખી રાખીને આ આ ઘડે તમે શું રાખ્યું ! એકાદ તેજી લેખા-ઘેડે લે! તે દરબાર કહેઃ “બાપુ તેજ હોય કે અતેજી હેય તેમાં શું થયું? આ ઘોડું રાખ્યું છે એટલે ગાડીઘેડાવાળા તે કહેવાઈએ છીએ ને !” તમે આ દરબાર જેવા ગાડીઘેડાવાળ ન થજે ! ખાલી ધમીજ ગણવાને માટે ધર્મરૂપ પાંગળ ઘેડે રાખી મૂકશે તે તે ઘોડે તમને અરણ્યમાંથી કેવી રીતે સંરક્ષી શકવાને હતો?