________________
૩૪, દેવતત્વની મહત્તા
૩૨૯
ઘડાની જાત નથી તે, પણ ઘોડાનું કામ જુએ છે. આપણે પણ ધર્મ કરીએ, શ્રાવક શહેરી ગણાઈએ, આગેવાન મનાઈએ એ દષ્ટિએ અથવા તે કુળાચારે, શહેરી તરીકે અથવા આગેવાન તરીકે જે ધર્મ કરીએ છીએ, તેને અર્થ એ છે કે–આપણે પણ ઘેડાને બદલે ટટ્ટ જ લેનારા છીએ. આ જીવ પ્રશંસા, માન અને સ્વાથને માટે ધર્મ ન કરે, પરંતુ આત્મકલ્યાણને માટે જ કરે. જ્યારે જીવ ધર્મ કરે છે ત્યારે આપણે વસ્તુનું મૂલ્ય જોઈને તેને લેનારા કરીએ છીએ.
હિસાબ કરીને, સાટું કરીને, અથવા તે માન્ય રાખી ધર્મને લેવાનું નથી. આ રીતે ધર્મ કરનાર તેજી જોડી ખરીદનારા જેવા નથી, ધર્મ લેતી વખતે આપણે એવી માન્યતા હોવી જ જોઈએ કે ધર્મ મારા આત્માને કર્મથી રહિત કરે છે, તેથી કર્મોને ક્ષય થાય છે અને આત્માનું કલ્યાણ થાય છે તેથી હું ઊંચામાં ઊંચે ધર્મ લઉં છું. આવી જ સાચા ધમની ખરી ભાવના હેવી જોઈએ. આ ધર્મ પછી ચાહે તે તે પંચપરમેષ્ઠીના આરાધન વગેરેથી યુક્ત હે; પરંતુ તે ધર્મ ક્ષાયિક ભાવનું મકાન આવવા સુધીને માટે જ છે, તે પછી એની જરૂર નથી.
ક્ષાયિક ભાવની પ્રાપ્તિ માટે ક્ષાપથમિક ભાવ ક્ષાપશામિક ધર્મ એ ક્ષાયિક ભાવ પ્રાપ્ત કરવા માટે જ છે. જે કઈ લાપશમિક ભાવમાં જ સમગ્ર જીવન વેડફી મારે છે તે તે ખરી રીતે જુઓ તે ભૂલ જ કરે છે. વચનથી, કાયાથી ને મનથી જે કઈ આ પ્રકારે જ ધર્મ કરે છે તે તે ભૂલ જ કરે છે. ક્ષાયિક ભાવની પ્રાપ્તિને માટે જ શાસ્ત્રકાર મહારાજાઓએ ક્ષાપશમિક ધર્મ કરવાને કહે છે, અન્યથા નહિ. ક્ષાપશમિક ભાવથી થતે ધર્મ, ગુરુ વગેરેની આરાધના ઇત્યાદિ જે કહ્યું છે તે માત્ર ક્ષાયિક ભાવની પ્રાપ્તિ સુધીને માટે જ છે. ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થઈ ગઈ એટલે ક્ષાપશમિક ધર્મને ત્યાગ જ કરી દેવાને છે.