________________
૩૩૮
ષોડશક પ્રકરણ દર્શન સંસારરૂપી ભયંકર અરણ્યમાંથી તમને સંરક્ષી શકે, તમને બચાવી શકે એવી તાકાત પાંગળા ઘડામાં સંભવી શક્તી નથી. ધર્મને આપણે ગાડી તરીકે અથવા તે ઘડા તરીકે રાખીએ છીએ તે આપણાં એ ઘેડો અને ગાડી એટલાં તેજી તે હેવાં જ જોઈએ કે જે આપણને ઝપાટાબંધ બીજે ગામ પહોંચાડી શકે ! એ જ પ્રમાણે આપણે ધર્મ પણ એ તીવ્ર હવે જ જોઈએ કે જે આપણને ક્ષાયિક ભાવે આગળ જલદી પહોંચાડી દે.
કાછિયાની જેમ ધર્મરૂપી ઘેડાનું મૂલ્ય ન સમજે
જેમ કાછિયે ટ લેવા જાય તે પહેલાં પિતાની કેથળી સામે જ જુએ છે કે ભાઈ ! કાંદા બટાટાની કિંમત ઉપજી હેાય તે પ્રમાણમાં તે ની કેટલી કિંમત આપવી અને કેટલા રૂપિયા સુધીની કિંમતને ટક લે તેને વિચાર કરે છે. પરંતુ જે રાજા મહારાજાઓને ઘડે ખરીદ હોય તે તેઓ એ રીતે કિમત ન કરે. તેઓ તે ઘોડાની જાત કેવી છે તેની જ તપાસ કરે છે અને ઘડાની જાત જોઈને તે પ્રમાણમાં તેની કિંમત કરાવે છે.
હવે આપણે કેવા ટ ખરીદનારા છીએ તે જુઓઃ આપણે વ્રત લેવાને વિચાર કરીએ છીએ, પરંતુ તે સૌથી પહેલાં એ વાત તે પૂરેપૂરી ખબરદારી સાથે વિચારી લઈએ છીએ કે આમ સેગન લઉં અને આ પ્રકારે ધર્મ કરવાનું રાખું, તેમાં મારા શરીરને, મારા પરિવારને કે મારા વેપારધંધાને તે કાંઈ હાનિ આવતી નથી ને ? આર્વી હાનિ આવે છે કે નહિ એને વિચાર કરીને આપણે પ્રતિજ્ઞાઓ લઈએ. એને અર્થ એ છે કે આપણે પણ પેલા કાછિયાની માફક જ ધર્મરૂપી ઘડાનું મૂલ્ય જોઈને સમજનારા છીએ! પરંતુ આપણે રાજા મહારાજાઓની માફક ધર્મરૂપી ઘેડના પરીક્ષા નથી !
ટફ લેનાર ન બને કાછિયે ઘોડે ખરીદે છે ખરે, પરંતુ ઘેડ ખરીદતી વખતે તે