________________
* , નિજ નિર્જક છે
૩૩. તપશ્ચર્યાની શ્રેષ્ઠતા
૩૧૯ આત્મગ્લાનિ કરવારૂપ તપ કરનારને શારકારે ખેડ્યા છે. તેથી તપસ્યાના કટ્ટા દુશમને જ આવું બોલે છે. કેટલાકે તપસ્યાને અંગે ના ન કહે, પણ સ્વાધ્યાય બગડે છે એમ કહે. સ્વાધ્યાય તે કારણનું કારણ છે. તપસ્યા તે નિર્જરાનું અનન્તર કારણ છે. મેક્ષને માર્ગ જાણે અને આદરે પછી તે નિર્જરાનું કારણ, પણ તપસ્યા તે સીધી નિર્જરાનું કારણ શાસ્ત્રકારે અમુક તપ ન થાય તો પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. જેમ પફખીને ઉપવાસ, માસીને છઠ્ઠ, પર્યુષણને અઠ્ઠમ આદિ નિયમિતપણે કરવા કહેલું છે. ચારે કાળે સ્વાધ્યાય ન કરી હોય તે આલેચન છે. એટલે ભણવું જરૂરી છે એ વાત માની છે, પણ આચારાંગાદિ સૂત્રોને જે ન ભણે તે પ્રાયશ્ચિત્ત, એમ છે નહિ. પણ તપને ન કરવાથી તે પ્રાયશ્ચિત્ત જણાવેલું છે.
આજે ભણવાના નામે તપને કશે તે કાલે વળી કઈક ભણવાને નામે દીક્ષાને પણ રોકશે. અને તેમાં એમ પણ કહેશે કે દીક્ષા નહિ લે તે હજારેને બંધ આપશે, પણ દીક્ષા લેશે તે તે સમુદાયને અગર થોડા ઘણા બીજાઓને બેધ આપશે, માટે દીક્ષા રેકે એમ પણ બેલશે.
શાસ્ત્રકારે તપ કરવાનું કહ્યું છે તે કર્યું?
જેનાથી આધ્યાન કે ગ્લાનિ ન થાય. ઈંદ્રિયે નિર્બળ ન થાય અને એ પણ નકામા ન થાય એવી તપસ્યા કરવી કહી, પણ તપના નિષેધ માટે કહે છે? શાસ્ત્રકાર તપના નિષેધ માટે તે કંઈ કહેતા જ નથી. અકામ નિર્જરા એટલે ઈચ્છા વિના. અને ઈચ્છા સહિત એટલે મારા કર્મની નિર્જ થશે એમ માની દુઃખને સહન કરે તે સકામનિર્જરા. વિરુદ્ધ ઇચ્છાએ બળદ ભૂખ અને તરસનું દુઃખ સહન કરે છે તેથી આવું દેવકાણું પામે છે, તે પછી સકામ નિજેરાએ તપસ્યા કરી આત્મકલ્યાણ કેમ ન સાધે? જ્ઞાનદર્શનને માટે જેમ ઉપસંપદાઓ લીધી છે, તેમ તપસ્યા અને વૈયાવચ્ચ નામની બે ઉપસંપદાઓ ચારિત્રને માટે લીધી છે.