________________
૩૩૪
પડશક પ્રકરણ દર્શન
તે તમને એવાં વચને કહેનારે આશાતના કરનાર અને પાપ બાંધનારે જ થશે. આ વસ્તુ દષ્ટાંત અથવા શાસ્ત્રાધાર વિનાની નથી. પરંતુ એ સઘળની યુક્તિ છે. કેટલીક વાતે વિધિ તરીકે છે. કાંઈ દરેક જ વાતમાં દષ્ટાંતે હેતાં નથી, જ્યારે કેટલીક વાતે દષ્ટાંતવાળી હોય છે.
આ ઘટના દષ્ટાંતવાળી છે. ગણધર ભગવાન ગૌતમસ્વામીએ પંદરસે તાપસને દીક્ષા દીધી હતી. આ પંદરસે તાપસે માંથી પાંચસો તાપસને પારણામાં જ કેવળજ્ઞાન થયું હતું. પાંચસો તાપસોને રસ્તામાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, જ્યારે પાંચસે તાપસે ભગવાનનું સમવસરણ જોતાં કેવળજ્ઞાનને પામ્યા હતા. - જ્યારે આ તાપસે કેવળજ્ઞાની થઈને ભગવાન શ્રી મહાવીર દેવની પાસે આવ્યા ત્યારે તેઓ સમવસરણમાં કેવળીની પર્ષદામાં જવા લાગ્યા. તે સમયે ગણધર ભગવંત ગૌતમસ્વામીએ તે તાપસને કહ્યું : “જિનેશ્વર ભગવાનને વંદન કરેશે.”
વિચાર કરો કે શ્રીમાન ગૌતમસ્વામીને આ પ્રમાણે કહેવામાં શી અડચણ હતી? ભગવાન શ્રી જિનેશ્વર મહારાજ ગુરુ હતા અને ગૌતમસ્વામી શિષ્ય હતા. હવે શિષ્ય પોતે કરેલા શિષ્યને ગુરુદેવને વંદન કરવાનું કહે છે એ તે ગુરુવિવેક થયે. એમાં અનુચિત થયું શું ગણાય? છતાં આ પ્રસંગે ભગવાન મહાવીર શું કહે છે તે સાંભળે. ભગવાન મહાવીર સ્વામી ગણધર ભગવાન ગૌતમને કહે છેઃ “હે ગૌતમ! કેવળીઓની આશાતના ન કર !” વિચાર કરો કે ગૌતમ ભગવાને ભગવાન શ્રી મહાવીરદેવને વંદન કરવાનું કહ્યું તેમાં તે આશાતનાને પ્રસંગ ક્યાં? એ કેવી રીતે ઊભે થયે? ક્ષાયિક ભાવ થયા પછી અરિહંતને વંદન કરાવનારાને આશાતના લાગે છે.
ટહુ ને તેજી ઘેડે એટલે શું ? તમારે ઘોડે જે તેજી હોય તે તમે ચેડા કાળમાં તમારી મુસાફરી પૂરી કરી શકવાના છે. પરંતુ તે ઘોડે પણ ઘરના બારણું