________________
૩૩૦
ષોડશક પ્રકરણ દર્શન
સુગંધ લઈ ખુશ થવું, દુર્ગધ લઈ નાખુશ થવું, સારા શબ્દ સાંભળી આનંદ પામે અને ખરાબ શબ્દ સાંભળી નારાજ થવું. આ સઘળી પ્રવૃત્તિ નાના છોકરામાં પણ સ્વાભાવિકપણે બન્યા જ કરે છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે બાળકને પણ એ પ્રવૃત્તિ શીખવવી પડતી નથી, પરંતુ સ્વાભાવિકપણે તે પ્રવૃત્તિ તેમનામાં રહેલી છે. એ જ પ્રમાણે પદાર્થ ઉપર મમતા, ગુસ્સે, અભિમાન એ સઘળું પણ કેઈને શીખવવું પડતું નથી. અલબત્ત, એની રીતિનીતિ શીખવવી પડે છે એ ખરૂં છે. પરંતુ મૂળ વસ્તુ શીખવવી પડતી નથી. અમુક પદાર્થમાંથી બનતે સફેદ પદાર્થ ખાંડ કહેવાય છે. એ ખાંડ અમુક રીતે દૂધમાં નાંખીએ તે એ દૂધ મીઠું બને છે એ શીખવી શકાય છે. પરંતુ ગળાશ પર જે પ્રેમ છે તે શીખવ્યું શીખ વાત નથી, કડવાશ પર જે તિરસ્કાર છે તે શીખવ્યું શીખવાતું નથી, પરંતુ તે કુદરતી જ છે.
આ સઘળી પ્રવૃત્તિ સ્વાભાવિકપણે થયા જ કરે છે. એનું કારણ એ છે કે નાનું બાળક જન્મે છે એટલે તરત જ તે રેવા માંડે છે અને દૂધ મળે અથવા ગળથૂથી મળે એટલે તે છાનું રહી જાય છે. વિચાર કરે કે એ બાળકને ગર્ભમાં કેણ શીખવવા જાય છે કે “ભાઈ! તું દૂધ ન મળે એટલે રેવા માંડજે અને દૂધ મળે એટલે છાને રહેજે !”
નાના બાળકને આ વસ્તુ કેઈએ શીખવી નથી અથવા તે તેને કેઈ કહેતું નથી, પરંતુ તે છતાં તે તેવી પ્રવૃત્તિ કર્યા જ કરે છે. એનું કારણ જ એ છે કે કર્મના બંધનથી વિષયવિકારો તરફ ઈન્દ્રની પ્રીતિ દેરાઈ રહેવા જ પામી છે. અને એ જ કર્મના ઉદયથી વિષયના સાધન મેળવવા તરફ આ જીવ આપોઆપ દેડાદોડી કરી જ મૂકે છે.
ગાયને વાછરડું જન્મે છે ત્યારથી જ તે પોતાની મેળે ગાયના આંચળને શોધી કાઢે છે અને તેને બાઝી જ પડે છે. ગાયના આંચળમાંથી પિતાને ખાવાનું મળશે એ વાત તેને કેઈએ હજી સુધી