________________
૩૨૮
ષોડશક પ્રકરણ દર્શન
જન શાસનના દેવેનું સ્વરૂપ કેવું છે તે વિચારો ! બીજા શાસનમાં, બીજા ધર્મોમાં દેવેને વેચ્છાચારી જેવા બતાવેલા છે ત્યારે જૈન શાસન તેથી જુદું જ માને છે.
એક જ સરખા વાળા સાથે મિત્રાચારી હેઈ શકે
જૈન શાસનના દે—તીર્થકર ભગવાને પરમ ત્યાગી, મહાન વૈરાગી, કર્મબંધન તેડનાર, કર્મબંધનને રોકનાર, સાધનાર અને મોક્ષના પ્રકાશકે છે. જૈન દે આ સ્વરૂપના છે એટલે એ વાત પણ તેટલી જ સ્પષ્ટ છે કે-જૈન ગુરુઓ પણ તેવા જ હોવા જોઈએ. ગુરુ અને દેવે એક એકથી જુદા જુદા જ વિચારના, જુદા જુદા જ આચારના અને જુદે જ માર્ગે ચાલનારા હોય છે તે કદી બનવા જેવું જ નથી. શેઠ અને નોકર એ વ્યવહારના યુમે છે, પરંતુ તેમને રાહ એક જ છે, તેમનું ધ્યેય એક જ છે અને તેમના વિચાર પણ ધંધાની બાબતમાં તે એક જ હોય છે. - જેમનાં ય જ જુદાં હેય તેઓ આ સંસારમાં કદી પણ સાથે ન રહે વેશ્યા અને સતી બંનેને મિત્રાચારી હેઈ શકે જ નહિ. કદાચિત ધ્યેય એક હોય અને માર્ગો જુદા હોય તે તેઓ પણ એક સાથે ન જ રહી શકે; કારણ કે એક વખતે બંને વસ્તુ સાચી હોઈ શકે એ બનવાજોગ નથી. એક જૈનનું ધ્યેય પણ મોક્ષ છે. અને એક તાંત્રિકનું ધ્યેય પણ મેક્ષ છે. પરંતુ એક આત્માને બચાવવામાં મોક્ષમાર્ગ માને છે. બીજો હળી સળગાવી, બકરે હોમવામાં મેક્ષ માને છે. આ બંનેમાં સામ્ય ન જ સંભવી શકે.
નવકારમંત્રને હેતુ છે? આ ઉપરથી તમારી ખાતરી થશે કે ધ્યેય અને માર્ગ એક જ હેવા જરૂરી છે. તેમજ વિચારેની પણ એક્તા જોઈએ. સંસારનાં સાધારણ કાર્યોમાં પણ આ એક્તા જરૂરી છે, તે પછી ધાર્મિક કાર્યોને