________________
ષોડશક પ્રકરણ દર્શન જે તપસ્યાના માટે ગ૭માં આશ્રય કરીને રહેવાનું છે તે તપસ્યા આપણને કડવી લાગે તે સમજવું કે માર્ગ ભૂલ્યા છીએ. જ્યારે તપસ્યા ઉપર અનાદર કે અરુચિ થાય તે સમજવું કે માર્ગ જ ભૂલ્યા છીએ. ખાવા પીવાની ઈચ્છા થતાં તેને કી હોય તે પણ નિર્જરા જ છે. એટલે અકામ નિર્જરામાં આવે અને તેથી દેવપણું મળે. વગર ઈચ્છાના કે વિરુદ્ધ ઈચ્છાના દુખથી દેવપણું મેળવાય પણ મનુષ્યપણું વગર ઈચ્છાના દુખેથી મેળવાય નહિ.
મનુષ્યપણા માટે આ ત્રણ વસ્તુ હોય તે જ તે મેળવી શકાય. ત્રણ વસ્તુ કઈ? મનુષ્યને સામાન્ય જે વ્યસન હોય તે વસ્તુ મળે તે જ આનંદ, જેમ રાજાને જીતની ઈચ્છા હોય અને તે વખતે પ્રજા, રાજ્ય પાયમાલ થઈને પણ છત મેળવે તે તે આનંદ પામે, તેમ જે મનુષ્ય ક્રોધ, માન, માયા અને લેભ ઉપર કાબૂ મેળવનાર તે નથી તેને મનુષ્યપણું મળતું નથી. આ મનુષ્યપણાની જાતિ એવી છે કે ક્રોધાદિને દબાવી શકે. એટલે ક્રોધને સફળ કરવા પહેલાં તેના પરિણામના વિચાર કરવા પડે. એટલે રસ્તામાં જતાં કેઈ અધિકારીની કેણું વાગી હોય ત્યારે આપણે જ માફી માગીએ. અહીં વગર જોઈને એ ચાલે છતાં તેના અધિકારના હિસાબે આપણે જ માફી માગીએ કારણ કે રખેને ભવિષ્યમાં તે આપણને હેરાન કરે !
ગામમાં હાય લાગેલી હેય અને બંબે જતાં રસ્તામાં કેઈને એકસીડેન્ટ થાય તે પણ તે બંબાવાળે ગુનેગાર ગણાતું નથી, કારણ કે દરજજો તેને માટે છે. ગાય ભેંસાદિ રસ્તામાં કંઈ વગાડે તે સમજવું કે તેને ક્રોધાદિ કાબૂમાં રહી શકે તેમ નથી. માત્ર મનુષ્ય જાતિમાં જ ધાદિ કાબૂમાં રહી શકે. એટલે કોઈ આવે તે મગજ ઉપર કાબૂ રાખવું જ પડે. જેણે ક્રોધ ઉપર દાબની ટેવ પાડી હશે, તે જ પ્રાણ આ મનુષ્યગતિમાં આવશે. નારકી અને તિર્યંચની ગતિમાં જ ક્રોધ ઉપર કાબૂ નથી, પપમના પલ્યોપમ સુધી યથાવત્ સાગરોપમના સાગરોપમ સુધી તેઓ લડયા કરે. કેણ? નારકી વગેરે.