________________
ખ્યા
તપશ્ચર્યાની શ્રેષ્ઠતા
62
ભણવાના બહાને તપને રેકનાર દીક્ષાના ય બહાને રેકશે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્ય જીના ઉપકારાર્થે ષોડશક પ્રકરણની રચના કરતાં આગળ જણાવી ગયા કે–આ સંસાર સમુદ્રમાં મનુષ્યને ભવ પ્રાપ્ત થવે એ જ મુકેલ છે, કારણ આપણે આગળ સામાન્ય સમજાવી ગયા કે દેવભવ પામ સહેલે છે પણ મનુષ્યભવ પામવે દેહલે છે, કારણ કે દેવપણું પામવાનાં સ્થાને અસંખ્ય છે, પણ મનુષ્યપણું પામવાનાં સ્થાને તે ગણત્રીનાં એટલે ૨૯ વેઢા કહે કે છ7 સુધી ગણત્રી કરે તેટલાં જ છે. આ ઉપરથી દેવપણું સહેલું છે. વળી દેવપણાના ઉમેદવારે થડા છે એટલે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જ તે મેળવે. પૃથ્વી વગેરે કે નારક, દેવે પણ દેવપણે ન ઊપજે.
મનુષ્યને અંગે ઉમેદવારો ઘણું છે, એટલે એકેન્દ્રિયના સર્વ છે એટલે અનંતકાય પણ મનુષ્યપણે ઉપજી શકે, એટલે તેના ઉમેદવારે અનંતાનંત છે. જેના ઉમેદવાર અનંતાનંત છે અને સ્થાને વેઢે ગણાય તેટલાં છે. જેનાં સ્થાને અસંખ્ય છે અને ઉમેદવારે થડા છે તેવું દેવપણું તે પામવું સહેલું છે કે મનુષ્યપણું ?
કહો કે દેવપણું સહેલું છે. એક બળદ તૃષાથી વ્યાપ્ત છે ત્યાં પાણી ભરીને બાઈ જાય છે છતાં કેઈ તેને પાતી નથી. સર્વની આશાએ તે રહે છે, તેવી જ રીતે ઘાસને અંગે આશા રાખે છે. આ સ્થિતિમાં ભૂખ ને તરસને જે વેઠી, તેનાથી જે કર્મની નિર્જર થઈ, તેનું ફળ મળે જ છે.