________________
80, લિંગ, વિચાર ને તત્ત્વ
પ
ભાવમાં પ્રવર્તે છે તે સમયે બાંધે વગેરે. જમાલી સર્વ બાહ્ય અનુષ્ઠાન કરતા, પંચમિતિ અને ત્રણ ગુપ્તિને પણ આચરતું હતું, છતાં માર્ગને અનુસરવાનું તેનામાં ન હોતું, માટે કહે છે કે તાવિક માર્ગની અંદર આવીને તેને જ અનુસરે તે જ પંડિત. એટલે ઈરિયાસમિતિ આદિ કે ત્યાગદિ ન પણ હોય તે પણ માનવામાં વાંધો નથી. જેમ એક સાધુ નદીમાં ઉતરે છે ને બીજે કાંઠે છે. બન્નેમાં જે ઉતરે છે તે સંયમપાલનની દૃષ્ટિમાં છે. અને કાંઠાવાળે પણ તે છે. જે તત્વદકિટવાળે છે તે વિચારે કે માર્ગમાં છે અને તેથી તે પંડિત ગણાય.
ધર્મની સ્વરૂપથી પરીક્ષા પ્રથમ ત્રણેને અંગે બબ્બે નિર્ણ કર્યા હતા. લિંગમાત્રને દેખવાવાળે બાળક, વિચારવાળે મધ્યમ બુદ્ધિ, તત્ત્વને તપાસે તે બુધ. આવી રીતે પરીક્ષ્ય અને પરીક્ષા દ્વારા વિભાગ કર્યો હતો, તેમ અહીં સ્વરૂપ દ્વારા નિર્ણય કર્યો છે. એટલે દેખવું, વિચાર અને માર્ગની તપાસ. એ ત્રણવાળાનું બાલ, મધ્યમ અને બુધનું સ્વરૂપ જણાવ્યું છતાં આને બાલક કેમ કહે? જેમ એક મનુષ્ય કસદ્ધારા, તેલદ્વારા કે અગ્નિદ્વારા પારખે તે પણ સોનું કહેવાય તેમ બાલક સંગદ્વાર પારખી દેવગુરુધર્મની તપાસ કરે. તેમ મધ્યમ અને બુધ બીજી રીતિએ પારખીને દેવગુરુની તપાસ કરે, પણ તે બધાને છેવટમાં સાધ્ય તે દેવ, ગુરુ અને ધર્મની સાધનાને! કઈ ચાલીને, કઈ ઘડા ઉપર કે ગાડીમાં આવ્યા પણ તે બધાનું સાધ્ય મકાનમાં જવાનું હતું તેમ અહીં ત્રણમાં ફરક શું ? આટલું પિંજણ કેમ? આવી પંચાતથી શું કામ છે? રોટલા થયા એટલે બસ. ટપટપથી મતલબ શી? દેવ-ગુરુ કે ધર્મની પ્રાપ્તિ થાય એટલે બસ. બીજી પંચાત કરીને કામ શું ?
વાત ખરી. દેવ-ગુરુ અને ધર્મની પરીક્ષા ઉપર જ તત્ત્વ છે પણ જે પરીક્ષા કરવાની દષ્ટિ છે તેમાં કઈ મનુષ્ય કાળાં ચશ્માં પહેરીને ઘડે દેખે તે તે કાળાપણાને જ જુએ, કારણ ચશ્માં કાળાં છે.