________________
૩૨. બાહ્ય અને આત્યંતર સ્વરૂપ
૩૦૯ નિયાચિકેએ પણ જન્મ વીતરાગતા સિવાયને માન્ય છે, એટલે જન્મ સમયે વીતરાગ હોય જ નહિ. એટલે કર્મ સિવાય જન્મ થવાને નથી. અને તેથી જન્મ અને કર્મ બન્નેને નાશ થાય પણ તેમાં પ્રથમ કર્મનો નાશ જોઈએ. જન્મ તે કર્મ વિના થતું નથી. કર્મ છતાં જન્મને નાશ થાય જ નહિ. પણ જન્મ છતાં કર્મને નાશ શકય છે.
જન્મ છતાં કર્મ ન બાંધવું તે આપણું હાથની વાત નથી. આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે શાસ્ત્રકાર કહે છે કેઆવતા ભવનું આયુષ્ય જેણે બાંધ્યું તે ક્ષપકશ્રેણિ માટે નકામે. ક્ષપકશ્રેણિવાળાથી પરભવનું આયુષ્ય બંધાય નહિ. ક્ષપકક્ષેણિએ ચઢનાર તે જ હોય કે જે આવતા ભવનું આયુષ્ય ન બાંધે, તેથી કમ હોય તે જન્મ રેક શક્ય નથી, પરંતુ જન્મ થવા છતાં નવું કર્મ ન બાંધવું તે શક્ય છે. કર્મ તે ઈચ્છા માત્રથી રેકાતું નથી. જે ઈચ્છા માત્રથી રોકાય તેમ હતા તે જગતની સ્થિતિથી કઈ દુઃખી થાત નહિ. તેમ કેઈને પાપ બાંધવાની ઈચ્છા નથી. અને તેથી ઈચ્છા પ્રમાણે કર્મબંધ થતે હેત તે કેઈ કર્મ બાંધત નહિ. ઈચ્છા હોય કે ન હોય પણ સાધન હોય એટલે કર્મબંધ થાય.
જેમ નાના બચ્ચાને ચકરી ખાવાની ઈચ્છા ન હોય તેથી ચકરી ખાવાથી મગજ પણ વેગમાં રહે છે અને પૃથ્વી ઝાડાદિને વેગમાં ફરતાં જુ બે છે, તેમ અહીં કર્મના વેગમાં રહ્યા છતાં કર્મ બાંધવા નથી એ ન બની શકે. મરચાં ખૂબ ખાય અને કહે કે મારે બળતરા ન જોઈએ એ ન બને. તેમ પાપકર્મ બાંધે, અશુભ પ્રવૃત્તિ કરે અને કહે કે હું પાપ ન બાંધું, દુઃખી ન થાઉં એ કેમ બને? જેને પાપ ન બાંધવું હોય તેણે તેના રસ્તા બંધ કરવાં જોઈએ. આનું નામ જ ધર્મ છે. બીજી કઈ ચીજનું નામ નથી. તેમજ તેને રૂપરસશાળ્યાદિ નથી.
હું પાપ બાંધનારે ન થાઉં એમ ધારીને પાપનાં કારણેને દૂર