________________
૩ર, બાહ્ય અને આત્યંતર સ્વરૂપ
૩૧ આમ કહીને દેવ ગુરુતત્વને હલકું કહે છે અગર અપમાન કરે છે ને ?
તે હલકું પાડવા ગુરુતત્ત્વને મુખ્ય નથી કહેતા પણ હિતના અથ થવું, હિતનાં જે કાર્યો તે ગુરુમહારાજના વચનથી જ સધાય. તેમનાં વચન સિવાય હિતકાર્ય કરી શકીએ જ નહિ, સાંભળીને જ જાણી શકીએ છીએ. અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિપાછું વગેરે સર્વ વાનાં ગુરુમહારાજના મુખેથી સાંભળીને જ જાણું શકીએ. સાંભળ્યા સિવાય જાણવાને હક્ક તીર્થકર સિવાય બીજાને છે નહીં. તીર્થકરમાં સ્વયં જાણવાનું ન લઈ એ તે સ્વયં સંબુદ્ધ કહેવાય નહિ. તીર્થકરે તે સ્વયં બુદ્ધ હેવાથી તેમને ગુરુ ન હોય.
શાસ્ત્રકાર કહે છે કે-ગુરુએ વગર જાણી શકાય નહિ પણ ગુરુ એટલે કુળગુરુ, વિદ્યાગુરુ વગેરે નહિ પણ જે મોક્ષમાર્ગે પ્રવર્તાવે, આત્મકલ્યાણમાં મગ્ન, પાપથી દૂર રહેલા તેવા ગુણના ભંડાર તે જ ગુરુએ હેય. જગતમાં અંધકાર હેય તે વસ્તુને જેવા આંખ કારણ છે. પણ દીવા સિવાય તે દેખી શકાતું નથી. તેમ ધર્મને પ્રતિબંધ કે દેવતત્વને પ્રતિબંધ પણ ગુરુદ્વારા જ મળે છે. તેમના વિના જણાય જ નહિ.
આ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજી બાળક, મધ્યમબુદ્ધિ અને બુધ માટે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વને સમજાવતા હતા પણ છેવટે ધર્મ કે દેવની પરીક્ષાનું સાધન ન જણાવ્યું પણ ગુરુની પરીક્ષાનું સાધન જણાવ્યું. તેના ત્રણ ભાગ છે. કેઈક બાલ, કઈ મધ્યમ અને બુધ, તે કેવી રીતે? તે માટે કહે છે કે–બાળક હોય તે ફળ દેખીને પ્રવૃત્તિ ન કરે પણ પ્રયત્ન કર્યા કરે. નાનાં બાળક ધૂળનાં મકાન, કૂવા કે વાવડીઓ કરે પણ તેમાં ફળ ન હય, એ દષ્ટિ પણ ન હેય. મોટાઓને મહેલ વાવડી કરતાં જુએ તેથી તેઓ રેતીનાં પણ મહેલ વગેરે બનાવે છે પણ તેના ફળને ન જ વિચારે કારણ કે બાળકને પિતાની પ્રવૃત્તિનું શું ફળ થશે તે વિચારવાનું રહેતું નથી.