________________
પડશક પ્રકરણ દર્શન
શંકાએ શાથી કહે છે ? “બાબાવાક્ય પ્રમાણે નહિ બને. તમે કહે તે માની લઈએ, પણ કઈ રીતે તે સમજાવે તે ઠીક.
સમાધાન-વાત ખરી. એક વાત ધ્યાનમાં રાખે છે જેને અફીણનું વ્યસન છે તેને ઘરે જમવા બોલાવે, તેને પાંચ પકવાન આપે અને અફીણને કાઢે ન આપે તો બધું ફેક, પણ અફીણનો કાઢે આપીને છાશ ને ટલે જમાડો તો પણ તે સારું જ કહેશે, કારણ કે તે પિતાની ટેવને રસ હતો અને તે ચીજ તેને મળી છે. તેમ અહીં તીવ્ર ક્રોધાદિવાળા તે કહેવાય કે જેણે મગજને કાબૂ ગુમાવ્યું હોય. અહીં મનુષ્યપણામાં તે મગજને કાબૂ ગમે તે ભયથી રાખવું પડે. કાબૂ ન હોય તે સર્પાદિની ગતિમાં જવું પડે, એટલે તિર્યંચ કે નરક ગતિમાં જવું પડે. ગાય, ઘેડા આદિ રતાવાળા કહેવાય. તે છોકરાને શીંગડું માર્યા વિના ન રહે. હવે છોકરે લાકડી મારે તે ગાયને કેટલું નુકશાન ! ” આ વિચાર જાનવરને ન હોય, પણ મનુષ્યને તે વિચાર હોય છે. એને તો મગજ ઉપર કાબૂ છે જ નહિ. ગુસ્સ કરે કે પછી તેનું શું પરિણામ આવે તેને વિચાર તે ન કરે, તે જીવેનું સ્થાન નીચ ગતિ હોય. અફીણિયાની બેઠક તે કાવાખાનામાં હોય એટલે ત્યાં આ દિન અફીણ જ ધૂળતું હોય.
તેમ જે જે કોધને આધીન થાય તેવાઓનું ઘર કયાં હેય. કાબૂ વિનાને કોધાદિ હોય ત્યાં. હવે તેવી જાતિ કઈ?
તે નરક અને તિર્યચ. હવે ક્રોધાદિ કંઈક મંદતાવાળા હેય અને આયુષ્ય બાંધ્યું, તેથી મનુષ્યપણામાં આવ્યા. આ બધું કુદરતે કર્યું..
મનુષ્યપણાથી આગળ કુદરત નહિ લઈ જાય. હવે અન્યમતનું પકડેને કે કુદરત અહીં સુધી લાવી તે હવે ઠેઠ પહોંચાડશે, “જેને દાંત આપ્યા તે ચાવવાનું પણ આપશે જ પણ ખેતરમાં કઈ જગાએ કેઈએ રેટલા પકવ્યા? જેમ વરસાદે અનાજને પકવ્યું, તેમ દળીને રોટલા પણ તે કરી દેશે? વરસાદનું કામ તે