________________
૯ત્રણ વસ્તુ અને ચાર ખીંટા
કબૂલ કરે? કહે કે કેઈ ન નીકળે, છતાં આ જીવ તે નીકળે છે, એટલે આ જીવ માતાની કૂખરુપ પ્લેટમાં રહ્યો છે. ક્ષણે ક્ષણે કાયા વધારે અને નવી બનાવે. આયુષ્ય તે પ્રથમથી જ બાંધેલ છે. એટલે ભાડું તે પ્રથમથી જ ભરવાનું છે. વળી તે આયુષ્ય પૂરું થવાનું છે તે જાણવાનું નહીં પણ જે ક્ષણે પૂરું થાય તે જ ક્ષણે નીકળવાનું. આ શરીરના અંગે જે પાપસાધન કર્યું હોય અને જે રસાલે કે કુટુંબસામગ્રી વસાવી હોય તે સાથે લેવાનું નહીં. અરે ! તે ઉપર તમારે હક્ક નહીં ! આ પ્લેટ સરકાર આપવા માંડે છે. દુનિયામાં કેઈ ન લે, છતાં અહીં મકાન લીધું છે તે હવે કંઈક સાર્થકે તે કરવું જોઈએ ને?
જેમ રેલ્વેનાં ભાડાં ખરચીએ છીએ તે શાને માટે? બીજા મોટા વ્યાપારમાં ફળ દેખીએ છીએ તે માટે. તેમ અહીં મનુષ્યપણુમાં આવું સારું શરીર મળવા છતાં એક ફળ જો મેળવે તે પણ તે સફળ છે.
કયું ફળ મેળવે એમ સુધર્માસ્વામીજી પૂછે છે? તે બહાર દષ્ટિ કરવી તે. બહાર તે ક્યાં?
તે જન્મની પહેલાં અને મરણની આગળ જે દૃષ્ટિ કરે તે જ ભાગ્યશાળી. આવી રીતના બહાર વિશે આચારાંગના પહેલા અધ્યયન, પ્રથમ ઉદ્દેશ, પ્રથમ શ્રુતસ્કંધ અને પહેલા જ સૂત્રમાં જણાવે છે.
- આપણી ચીજ ખોવાઈ ગયેલી છે, પણ તે કેઈને જડેલી માલુમ પડે તે પછી તે લીધા વિના ન જ રહીએ. માલુમ ન પડે તે વાત જુદી, પણ તે ચીજ મારી છે એમ માલુમ પડી એટલે તે તે લેવાની જ. તેમ અહીં અગ્નિ જાય પછી તેના ઉપર કેઈ પગ નહીં જ મૂકે. કારણ તેનાથી બળવાનું જ છે માટે.
તેથી સુધર્માસ્વામીજી કહે છે કે–જન્મમરણની ભીંતની બહાર જાઓ અને જુઓ તે બસ છે. જેમ જાણ્યા પછી અગ્નિ ઉપર પગ