________________
૨૮. પરિણામ, તત્ત્વ અને ભાવના
२६७
તેને આડા હાથ ન દેવાય, ભેાજન પાણીમાં તો આડો હાથ ન દેવાય. ટાઢ તાપને માટે આડા હાથ ખરે, પણ સુખમાં આડો હાથન દેવાય તેવું સુખ જોઈ એ-એટલે દુ:ખ ન થાય તેવું, હવે તેવું સુખ છે કયાં ? તે વિચાયુ ?
હીરાની ઈચ્છા હોય તેા હીરાની
ખાણુ તરફ જવું જોઇએ. પ્રથમ ખાણના ખ્યાલ જ ન હોય તેા હીરો કયાંથી મળે ? દુઃખ ન થાય, સુખ નાશ ન પામે અને સ...પૂછુ તેવું સુખ છે ક્યાં ? સ્થાનના નિશ્ચય વિના ઉપાયના નિશ્ચય કરે કેણુ ? ઉપાયના નિશ્ચય વિના પ્રવૃત્તિ પણ કાણુ કરે ? ધન માલિમલકત આદિ જે દુનિયામાં મેળવે છે તેના માટે સર્ટિફિકેટ છે કે તે મૂકીને જવાનું. તે મૂકાવવા રૂપે કાયદો આડે આવશે. જે કોઇ વસ્તુની પ્રાપ્તિ આ દુનિયામાં કરા, તે સ મૂકીને જવાનું, પણ તે સાથે લઈ જવાનુ નથી. ધનમાલરૂપ જે સુખનાં સાધના તે તે મૂકી જવાનાં છે એટલે પાછા નિરાધાર બન્યા.
,,
વળી કહીએ છીએ કે “ દૂબ્યાનિ તિષ્ઠન્તિ ગૃહૈ ” એટલે પાછા કરેાડા ભેગા કર્યાં અને મમ્મણ શેઠ જેવાએ અમને ભેગા કર્યાં, જતાં એ બધુ રહે તે ઘરે રહે. બે દિવસમાં કેાઈની સાથે એવી મહોબત થાય છે કે તે વળાવવા પણ આવે, પણ આ દ્રવ્ય તે મરતાં સમયે ઘરે જ રહે છે. જેની પાછળ તમાએ તમારી જિંદગી વેડફી નાખી છે, તે “આવજો” એમ કહેવા પણ નથી આવતું. હવે તે જડ છે એટલે ન મેલે પણ ચેતન હોય તે? તે વિચારેને ?
તે માટે કહે છે કે “નાશ વિશ્વાસમૃમય; સ્ત્રી ચેતન છે એટલે તે પણ ચાક સુધી આવે ને પાછી વળે. ચકલાથી પાછી જ ફરે. સ્ત્રી સુખદુ:ખની ભાગીદાર છે, આખરૂની ભાગીદાર તે નહિ; પણ કુટુંબ છે. ખાવા પીવાની ભાગીદાર સ્ત્રી છે. “અમારું કુળ, વંશ, કે કુટુ બ’ કહેનાર તેા કુટુ ખી જ નીકળે, પણ તે સ્મશાન સુધી જ આવે. હવે તે કોઇક ભાખરૂના ભાગના ભાગીદાર છે પણ સુખદુ:ખના