________________
૨૬. દર્શન, વિચાર અને પરીક્ષા
૨૫૩ હવે તમે કહેશે કે જે ઈશ્વર કંઈ સુખ, દુઃખ કે સદ્ગતિ કે દુર્ગતિ નથી કરતે. તે પછી તેને માનવે શા માટે?
| તીર્થંકર મહારાજ કુમાર્ગ, સુમાગને બતાવે માસ્તરે સ્કૂલમાં જે શિક્ષણ આપે છે તે શા માટે? માસ્તરને અધિકાર શિક્ષણ આપવાનું અને તે પણ ઉત્તમ. પછી જીવનનિર્વાહ કેમ કરે તે વિદ્યાથીને અધિકાર છે. માસ્તરે તે ઉપાયે કીર્તિ મેળવવાના કહ્યા હતા, પણ વિદ્યાથી પછી કીર્તિ મેળવે કે અપકીર્તિ મેળવે, તેમાં માસ્તરની જવાબદારી ન ગણાય. સૂર્ય કે અજવાળાની જવાબદારી કેટલી ? કાંટે કે કાંકરાને બતાવી આપે તેટલ, પણ તે ત્યાંથી ઉપાડી બીજે ન મૂકે ખાડે, ટેકરે કે કૂ આદિ તે બતાવે, પણ તેનાથી દૂર રહેવું કે બચવું, એ કામ દેખનારનું છે. તેમ અહીં ત્રિલેકનાથ તીર્થંકર મહારાજ માસ્તરની જેમ કુમાર્ગ, સન્માર્ગ બતલાવે અને તેના ફાયદા જણવે. ,
ડૂબેલા અને ડૂબતાઓને દેખીને દયા ખાવી, અને આ તરવાની ઈચ્છાવાળાઓને તરત બચાવવા એ જૈન શાસનની રીતિ છે.