________________
૨પર
પોડશક પ્રકરણ દર્શન તેને સ્વભાવ છે કે તે તે રૂપે પરિણમે છે. તેમ અહીં કર્મોને સ્વભાવ છે કે જે જે રૂપે હોય તે તે રૂપે પરિણમે. એટલે પાપના પુદ્ગલને સ્વભાવ છે કે-તે દુ:ખરૂપે પરિણમે છે. તે જ રીતે પુણ્યના પુદ્ગલને સ્વભાવ છે કે તે સુખ રૂપે જ પરિણમે. અરે ! ક્ષણે ક્ષણે આપણી પરિણતિ ફેરફાર થાય છે, તેમજ ક્ષણમાં કેઈના પ્રત્યે ક્રોધ થયે અને તેને ગાળ દીધી, તેથી ઈશ્વરે ગાળ દેવડાવી એમ કહેવાય છે?
બીજાના સંસ્કાર–ભંડામાં ભગવાન હવે જેને લોકો પાસેથી ભગવાનના નામે ધૂત ખાવું છે તે લકે જ ઈશ્વરને કર્તા કહે છે. ઈશ્વરના દલાલરૂપે વચ્ચે રહેવાથી બ્રાહ્મણે શ્રાદ્ધ આદિમાં કમાઈ ખાય છે અને તેથી જ પિતાના કુટુંબના નિભાવ માટે વચ્ચે ઈશ્વરને ગોઠવે, એટલે જવાબદારી બધી તેના શિરે નાખે. સારાં-નરસાં કરવાનું કામ ભગવાનને માથે. આપણામાં પણ તેવા “સંસ્કારે છે, જેમ “ભગવાન કરશે.” કાળિયાની જેડે ધોળિયા રહે તે સાન ન લે પણ વાન તે લે. એટલે તમે મિથ્યાત્વી ભલે ન થયા પણ વાત તે તેની લીધી. જેમાં નિરંજન, નિરાકાર છે, જેણે જગતને પિતાના કર્મોથી ઉદ્ધાર કરવાના રસ્તામાં જ જોયું છે, તેને માટે જવાબદારી સુખ-દુઃખની નંખાય જ કેમ? કાગળ લખવામાં પણ જુઓને પરણાવવામાં પડ, જણવામાં જોરૂ અને હૂંડામાં ભગવાન
જેમ કેઈની કાળેતરી લખે ત્યારે લખે કે ફલાણાભાઈ મરી ગયા, તેમની પાછળ બાળ સંતાન છે, કેઈ બીજું છે નહીં. ભગવાનને ગમ્યું તે ખરું. હવે અહીં મિથ્યાત્વીના પરિચયમાં આવવાથી આપણે ભલે મિથ્યાત્વી ન થયા, પણ તેમના સંસ્કાર તે લીધા. કહે કે ભૂંડામાં જ ભગવાનને આગળ કરવા છે. પરણાવવામાં પડને આગળ ધરે
છે. જાણવામાં સ્ત્રીને આગળ કરે છે. અહીં જૈનમતમાં પિતાની - કરણી માટે પોતે જ જવાબદાર છે, તેમાં ઈશ્વરને કંઈ સંબંધ નથી.