________________
૨૫૮
ષોડશક પ્રકરણ દર્શન
અંગે જણાવાયું કે આકાશમાં ચકાદિ વગેરે લક્ષણે યુકત જ તીર્થકર હેય. .
* આ ઉપરથી દિગમ્બરે કહે છે કે અમે ત્યાગને માનીએ, ભેગને ન માનીએ. તે પછી તીર્થકર કેવળીને દરિયાને કિનારે મેકલવા, કારણ કે પ્રાતિહાર્યાદિ વિનાના જે હેય તે સામાન્ય કેવળી છે. તેને તીર્થકરથી ય ઉચ્ચ માને. પ્રાતિહાર્યાદિ સહિત જે તીર્થકર હોય છે તેમને તું ત્યાગી માનીશ અને તેથી "ના દિંતાન) પદ તું માનીશ નહિ કે જંપીશ નહિ. પછી તે “નમે કેવલીણું” એ પદ બોલવું પડશે કારણ કદિ શત્રુઓને જીતેલાને નમસકાર નહીં કરાય, કારણ તીર્થકરમાં બાહ્યસમૃદ્ધિ જરૂર હોય. અતિશયે દેશના વખતે હેય અને પ્રાતિહાર્યો તે કેવળજ્ઞાનથી તે ઠેઠ મેક્ષ સુધી હેય. પહેરેગીર જેમ આઠે પહેર હાજરી આપે તેમ આ પ્રાતિહાર્યો ચોવીસે કલાક હાજર રહે અને તેથી જ તેનું નામ પ્રાતિહાર્યા. આવી રીતે દેવતત્ત્વની પરીક્ષા માટે બાળક જે બાહ્યલિંગ જુએ તે આઠ પ્રાતિહાર્યા અને ત્રીસ અતિશય આદિ. તેથી હરિભદ્રસૂરિજીને કહેવું પડયું કે “જસ્થ રાનને શાળા નાસ્તિ” અર્થાત સંકલેશજનક રાગ નથી, એટલે આત્માને દુર્ગતિમાં લઈ જનારે રાગ છદ્મસ્થપણાની દશામાં પણ ન જ હોય. અને આવી સ્થિતિ છવસ્થપણામાં હોય છે. ભગવાન તીર્થંકર-મહારાજા દેવનું બહારનું લિંગ પ્રાતિહાર્યાદિ છે.
તેમનું વર્તન કેવું હોય? તો “પ્રશમરસનિમગ્ન દષ્ટિ યુગ્મ પ્રસન્ન” એટલે સ્ત્રી કે રાગ, અજ્ઞાનથી વિમુકત, હથિયારાદિથી રહિત અને બન્ને દષ્ટિ જેની શાંતરસમાં મગ્ન હોય તે વીતરાગ. તે માટે હેમચંદ્રસૂરિજી કહે છે કે-જગતમાં નાટકીયા જે હોય તે મૂળ પ્રમાણે વર્તન તે કરે, એટલે શિવાજી થઈને આવનારે દક્ષિણી પાઘડી આદિ પહેરીને અનુકરણ કરે પણ આ બીજા મતવાળાઓ તે સાચા દેવ તરીકે ન બને એ તે ઠીક, પણ નાટકીયા દેવ પણ નથી બની શકતા.