________________
૨૬૦
વોડશક પ્રકચ્છ દર્શન
માળા, હથિયાર, સ્ત્રી આદિ ચિહ્નો પૌષધવતી શ્રાવકને કે સાધુને પણ ન હોય તેથી તેમને દેવ ન મનાય, પણ જ્યાં દેવપણું હેય ત્યાં પ્રશમાદિ હોય. વળી સર્વજ્ઞો વૈલોક્યપૂજિત હોય તેથી આ વાત જ્યાં હોય ત્યાં જ દેવપણું. બધા સર્વજ્ઞ હેય તે કેવળીઓ હોય જ. આ સર્વજ્ઞો જુદી જાતના.
કેવળજ્ઞાન જ્યારે એક પ્રકારનું માને છેતે પછી કેવળીપણના બે ભેદ કેમ ?
વાત ખરી, તમે એક ગુફામાં બધા ગયા છે, ત્યાં અંધારું ઘર છે ત્યાં કેઈએ દીવાસળી સળગાવી કાકો કર્યો, તેનાથી બીજાઓએ પણ કાકડાઓ કર્યા. અહીં કાકડાના સ્વરૂપમાં ભેદ નથી છતાં બધાને તારક કાકડે પ્રથમવાળાને જ ગણાય. તે સ્વરૂપે જુદે નથી છતાં મુખ્ય તારક તે તે જ ગણાય. નહિતર નવાણું કાકડાવાળા ગુફામાં હેરાન થાત, તેમ જ્યારે મોક્ષ માર્ગ પ્રવર્સલે નહેાતે, એટલે દુનિયામાં ત્યાગમાં સુખ છે એ સર્વને પણ ખ્યાલ નહોતે પણ ભેગમાં જ સુખ એ વાત મનમાં હતી. ભગવાન ઋષભદેવજી જમ્યા હતા તે પહેલાં. અઢાર કેડાકોડી સાગરોપમ સુધી કેની એ જ માન્યતા હતી કે મેળવવામાં સુખ, મઝા, પણ છોડવામાં નહીં. ત્યાગમાં સુખ કે મઝા? એ થીઅરી કાઢી કેણે? બહારના પદાર્થોને છોડવામાં જ સુખ નિરૂપાધિકપણું કરો તેમાં જ મજા. આવી વાત ઊભી કરનાર કેણ? પ્રથમ જોઈ કે સાંભળી હોય તે તે વાત જુદી.
સ્વપ્નામાં નહિ એવી “ત્યાગમાં ધર્મ એ વાત જેણે ઊભી કરી. તેને ઉપકાર કેટલે? વળી ચારિત્ર લઈને સર્વપણાનું દષ્ટાંત પૂરું પાડનાર તીર્થકર સિવાય બીજો કઈ નહિ. પ્રથમ દષ્ટાન્ત તરીકે આ તીર્થકર છે અને તેથી તેનું સર્વજ્ઞપણું તે દાન્તરૂપ છે. તેથી પહેલવહેલા સર્વજ્ઞપણું પ્રથમ તીર્થંકરનું છે. હવે પાર્શ્વનાથ પ્રભુ પછી કેવળજ્ઞાનની શરૂઆત થાય છે તે મહાવીર પ્રભુ જ સમજવાના આટલા માટે શાસ્ત્રકારોએ મોક્ષની સ્થિતિ બે પ્રકારની કહી, એટલે એક