________________
૨૫. ગણ તત્વની પરીક્ષા
૨૪૭ હવે સ્વરૂપે ગણીએ તે તે કેવી રીતે? ધર્મમાં લિંગ, વર્તન અને માર્ગ દ્વારા પરીક્ષા છે. તેમ ગુરૂ અને દેવમાં પણ સમજવું એટલે દેખવાની જે ચીજ તેની અપેક્ષાએ ભેદ થયા. હવે દેખનારાઓની અપેક્ષાએ ભેદ પાડીએ. જેમ લીલા કાચના ચશ્માં પહેર્યા હોય તેથી તે ચીજો લીલી દેખાય. અહીં મૂળ ભેદ કયાંથી? તે ભેદ ચશ્માંથી છે કારણ કે જેવા રંગના ચશ્મા, તેવા પદાર્થો દેખાય. તેમ અહીં બાળ, મધ્યમ અને બુધ એ ત્રણમાં જે ફેર હોય તે દર્શનીયમાં ફરક થાય. હવે બાળકાદિ ત્રણનું સ્વરૂપ કેવું ગણવું? તે તે તે માટે જણાવ્યું કે દષ્ટિપ્રધાન બાળક હોય, તે લિંગદ્વારા પરીક્ષા કરે. મધ્યમ બુદ્ધિવાળે વિચારપ્રધાનવાળે હોય અને તત્ત્વવાળે તે માર્ગ ઉપર દષ્ટિ રાખી, પરીક્ષાપ્રધાન હોય તેથી તે બુધ ગણાય. આ ત્રણ ભેદો સ્વરૂપે પાડ્યા. દશનપ્રધાન માટે બાળ, વિચારપ્રધાન માટે મધ્યમ અને પરીક્ષાબુદ્ધિ હેવાથી બુદ્ધ. હવે તે ત્રણ શું? લિંગ વૃત્ત અને તત્ત્વ એ ત્રણ દર્શનીયના ભેદે છે, તેમ અહીં દર્શન, વિચાર અને પરીક્ષા એ ત્રણ ભેદે શી રીતે ? તે અંગે સમજાવાશે.
જે સત્યથી હિંસા થાય તે સત્ય નહીં પણ અસત્ય જ છે, કારણ કે અહિંસાના રક્ષણ માટે બીજાં વતે છે, જ
જેમ ચીભડાના રક્ષણ માટે વાડ કરાય છે, તેમ. -