________________
૧૦. સામાન્ય કેવળી અને નીર્થકર
તીર્થકર કેમ માન્યા? કેવળજ્ઞાનીઓ પણ પુણ્ય પ્રકૃતિએ સરખા હોતા નથી. તેઓ આત્માના ગુણે અંગે સરખા હોય.
આ તીર્થકરની પુણ્ય પ્રકૃતિ વિચિત્ર છે. તેમને જે વચન કાઢવાં હોય, જે શંકાઓ થવાની હોય તેનાં સમાધાને તેનાથી થાય, તેવાં જ વચને નીકળે અને શ્રોતાને શંકા તેવી જ થાય. વક્તાના હાથમાં શ્રોતાની શંકા. તે શંકા એવી જ થાય કે જે વચન બેલે તેનું તેમના વચનથી સમાધાન થાય. એ શંકા નિયમિત કરે તે તેમનું પુણ્ય કેટલું બધું જબરજસ્ત હોય ! તે વચન પુણ્ય બીજા કેવળીઓમાં નડિ. હજારેને જે શંકા થાય તે એક જ વચનથી નાશ પામે. જે વચન બોલવાના હોય તેનાથી જેનાં સમાધાન થાય તેવી જ શંકા શ્રોતાને ઉપજે. શાથી? પુણ્ય પ્રકૃતિથી તે ઉપજે. કેમ? સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુપણું એક જિંદગીની કમાણમાં મળી શકે.
અરિહંતપણું એટલે અનેક ભવની કમાણી સ વનસ્પતિમાંથી આવ્યું હોય તે સિદ્ધ, આચાર્ય વગેરે થાય, પણ અરિહંત ન થાય. અરિહંતપણું તે તદ્દભવની કમાણુ નથી, પણ અનેક ભવની કમાણી છે. આ પ્રમાણે હોવાથી ત્રીજે ભવ એ તીર્થકરમાં રાખે, પણ સિદ્ધ, આચાર્યાદિમાં નહિ. માટે સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય ને સાધુને અનેક જિંદગીને નિયમ નહિ, પણ અરિહંતપણું એક જ જિંદગીમાં પામીને સિદ્ધ કરવાની ચીજ નથી. તે અનેક જિંદગીઓએ સિદ્ધ કરવાની છે. તે પણ એક જ વિચારે કરવાનીઃ “આ બિચારા જગતના છ જિનેશ્વર મહારાજરૂપી સૂર્ય ઝગઝગતે છે, છતાં અંધકારમાં કેમ કુટાય છે? તે આખા જગતના અંધકારને દૂર કરું અને તેમને પ્રકાશ આપું, તે માટે મારું જીવન.” સાધુપણું લેનાર દેશ, વેશ, માલમિલક્ત વગેરેનાં રાજીનામાં દઈ સાધુપણું લઈને સાધુપણાને વેશ ભજવે તે તે ઠગારે ન ગણાય, પણ શ્રાવક આ વેશ લઈને ફરે તે ઢગ જ ગણાય..