________________
ષોડશક પ્રકરણ દર્શન
મન:પર્યવાન ક્યારે થાય? | ગમે તે ભાવનાવાળે હોય, ત્યાગવાળે હેય પણ સંસારને વિસિર સિરે ન કરે તો તેને કુદરત મન:પર્યવજ્ઞાન થવા દે નહિ. પારસમણિને લેટું અડે તો તેનું થાય, પણ ચાંદી અડે તો કંઈ ન થાય. માટે પદાર્થને વિચિત્ર સ્વભાવ છે. લેહચુંબક લેઢા વગેરેને ખેંચે પણ પિત્તળ વગેરેને ન ખેંચે. માટી-રજ હલકી છતાં તેને નહિ. ખેંચે લેહચુંબક ફક્ત લેઢાને જ ખેંચે. જેમ ચમક-પાષાણ કે પારસમણિને આ સ્વભાવ છે, તેમ મનઃ પર્યવ જ્ઞાન કુદરતી સ્વભાવે જ. ધન, માલમિલક્ત વગેરેનું રાજીનામું આપીને નીકળે તેને જ તે જ્ઞાન થાય.
રાજકુટુંબમાં પણ મહાવીર સ્વામીનું ત્યાગી જીવન
ભગવાન મહાવીર મહારાજા અઠ્ઠાવીસ વર્ષ પછી જે ઓગણત્રીસ અને ત્રીસમા વર્ષે કેવી દુષ્કર ચર્ચામાં રહ્યા? તેમની ચર્યાને રાજકુટુંબમાં મૂકે પછી ખબર પડે. બે ગઠિયા મળ્યા હોય, ધર્મિષ્ઠ. હાય, છતાં બગડતાં વાર નથી લાગતી. ત્યારે અહીં આખું રાજકુટુંબ આરંભ–પરિગ્રહમાં આસકત હોય, તેમની વચમાં ત્યાગીપણે રહેવું. તેમાં પણ તેમની વિરૂદ્ધપણે રહેવું તે દુષ્કર છે તે વિચાર કરો તે માલુમ પડે. સ્નાન નહિ કરવું. દુનિયા ઢેઢ, ભંગી માટે સ્નાન માને છે, રાજકુટુંબમાં સ્નાનને નિયમ નહિ તેમ નહિ, પણ સ્તાનમાં શેભા માનવાની હોય છે. અલંકાર પહેરવાં, વેશ ચડાવવાનું સ્થાન સ્નાન પછી હોય છે. જે સ્નાન ન કરે એને રાજકુટુંબમાં રહેવું કેટલું મુશ્કેલ? સચિત્ત દ્રવ્યને તમારે ત્યાગ કરતાં મુશ્કેલ પડે છે તે પછી રાજકુમારને સચિત્ત દ્રવ્યને ત્યાગ કેટલે આકરે પડે તે વિચારો. કારણ કે રાજકુળ રહ્યું એટલે તેમાં ભેટ વગેરે આવે ત્યારે શું હોય ? ત્યાગી થઈને નીકળે તે વાત જુદી, પણ રાજકુટુંબમાં રહીને સ્નાન વગેરે ન કરવું તે કેટલું મુશ્કેલ? બાબુઓમાં શાક, દાળ ઠંડા હોય તે શું કહે? કયા? અમારા બાબુ ઠંડા ખાયગા ? તે રાજકુટુંબમાં શું હોય તેમાં પણ પિતાના માટે કંઈ પણ નહિ રાંધવું” તે પ્રતિજ્ઞા કેમ થઈ