________________
૨૧૮
પડશક પ્રકરણ દર્શન
બેલીએ છીએ. જેમ જગ’ શબ્દ વપરાય છે પણ તેને ખ્યાલ નથી. તેમ અનાદિ ને અનંત શબ્દ વાપરીએ છીએ તેથી તેના સ્વરૂપને. ખ્યાલ નથી આવતું.
પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ વર્ષ તે કાળનું માન છે અને તે જગતમાં જાહેર છે. તેવા સે સો વર્ષ જાય એટલે એક જન લબે ઊંડે; ત્રણ જન પહોળાઈ વાળો અને એક જન ઉંડા ખાડો કર્યો હોય અને તેમાં જુગલિયાના વાળના અસંખ્યાતા કકડા કરીને તે ઠાંસી ઠાંસીને ભર્યો હોય, તે. પાછા અગ્નિથી બળે નહિ, પાણીથી ભીંજાય નહિ અને કેવાય નહિ તે ભર્યો હોય. અગ્નિથી બળે નહિ તે વગેરે કેમ બને ? ઘાસની ગાંસડી એવી બંધાય છે કે તેમાં તણખે પડે તે ઉપરનું બળે પણ અંદરનું બચે. ઘાસનું એટલું બધું સજજડપણું થાય તે શાસ્ત્રકારે તેને અગ્નિ બાળે નહિ એ ભરેલે ખાડે કહ્યો એમાં બેટું શું ? તેમાંથી સે સે વર્ષે એક કકડો કાઢે તે કેટલા વર્ષ થયાં? આટલે. વખત એકઠા થાય તેનું નામ પલ્યોપમ”
તેવો દસ ક્રોડાકોડ પોપમ થાય ત્યારે એક સાગરેપમ થાય.
તેવા દસ ક્રોડાકોડ સાગરોપમે એક “ઉત્સર્પિણી થાય. તેવી જ રીતે અવસર્પિણી થાય તે બે ભેગાં તેનું નામ “કાળચક. તેવા અનંતા કાળચક થાય ત્યારે એક પુદ્ગલ-પરાવર્ત થાય.
આવા અનંતા પુદ્ગલ-પરાવર્ત એકેન્દ્રિયમાં રખડ્યા. આત્મા પૃથ્વીકાયાદિમાં રખડ્યા. પૃથ્વીકાયાદિમાં કેમ જન્મવું, કેમ જીવવું, કેમ મરણ આવશે, કેમ બચીશ તેને વિચાર નહિ. તેનાથી-એકેન્દ્રિયમાંથી લગીર બેઈન્દ્રિયમાં આવ્યા જન્મવું, જીવવું કેમ તે વિચાર નહિ પણ મરણને ડર ઊભે થયે. તેવી જ રીતે અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીમાં પણ તે દશા. સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યા ત્યારે જીવન, તેનાં સાધન, સ્થાન, શરીર અને સંતાન તેને વિચાર થયે. તેનાં રક્ષણ અને વૃદ્ધિમાં પ્રયત્ન થયે એટલે જડજીવનમાં પ્રયત્ન થયા.