________________
૨૪, ત્રણ પ્રકારના
૨૩૩ કહેવાય, તે ખુદના ચાલવાના, ખાવા-પીવાના વર્તાવને જુઓ, શાસ્ત્રના શબ્દ તમેને ભારે નહિ લાગે, કારણ ચાલવાના ઢંગને જુએ, એટલે ઈરિયાસમિતિ, બલવવાના વર્તાવને જુએ એટલે ભાષા સમિતિ અને ભેજનને વર્તાવ એટલે એષણસમિતિ. લેવા મૂકવાની વાત એટલે વિવેક તે અહીં આદાનભંડમત્તનિકખેવણ સમિતિ. ફેંકતાં પણ આવડવું જોઈએ. જેમ કચરો ઘરમાંથી ફેંકતાં વાયરે સામે આવે તે આંખમાં પડે અને આંધળો થાય. તેથી ફેંકવામાં પણ અક્કલ જોઈએ. આથી પારિકાપનિકા સમિતિ છે. આ શાસ્ત્રીય શબ્દ તમોને કિલષ્ટ લાગશે. જેને ચાલતાં, મૂકતાં અને ફેંકતાં વગેરેમાં વ્યવસ્થા આવડે તેને ગુરુ માને, તેવી જ રીતે તીર્થંકરમાં અને ધર્મમાં પણ વર્તાવને મધ્યમ બુદ્ધિવાળે દેખે
આગમના અંગે તવદષ્ટિ હવે તત્ત્વદષ્ટિવાળો શું કરે? તે તે કહે કે આ સારું છે. એમાં કેઈથી ના કહેવાય નહિ. બહારને ત્યાગ, વર્તાવ સારે છે એમાં ના નહિ, પણ કર્મને બંધ અને નિર્જરા થવી તેમાં બાહ્ય આચાર સાથે સગાઈ છે કે નહિ ? તે સગાઈ છે, પણ તે રબારીની નાત જેવી નહિ. “લે તારી છોલી, આ તે હું ચાલી.” તેને જીવનના જોખમે ભરતાર કે ઘર ન હોય. અનુકૂળતાના અભાવે ઘર એ છોડવાનું બને, અહીં આ ચીજ વર્તાવને અંગે સારી હેય, ઊંચામાં 'ઊંચી સ્થિતિને વર્તાવ હેય પણ આત્માની પરિણતિ ન હોય તે શું વળે? જેમ અભવ્ય જીવને વર્તાવ ઠેઠ નવ સૈવેયક સુધી જવાને છે પણ સરવાળે તો મીંડું! તત્વદૃષ્ટિવાળો જુએ શું? આગમને અંગે કેટલા વિચારવાળે છે! તે જોઈ તપાસીને પછી જ દેવ, ગુરુ અને ધર્મ તે માને, આગમવિરુદ્ધ તે ત્રણેમાંથી એક પણ નહિ. પરિણતિ જ્ઞાનવાળો જ તત્ત્વદૃષ્ટિએ વસ્તુ કે માર્ગને જુએ.
આવી રીતના ત્રણે પ્રકારના છ ત્રણે તત્ત્વની પરીક્ષા કરે છે. હવે તેમાં દેવ, ગુરુ અને ધર્મને અંગે જુદ્ધ જુદી રીતે શી પરીક્ષા કરાશે તે અંગે જણાવાશે. -