________________
૨૭૮
" શેઠશક પ્રકરણ દર્શન હત તે આગળ ને આગળ જીવ ચાલ્યા જાત અને ભેગા ન થાત, પણ કહે કે ભેગા થવાનું બને છે, કધરૂપે થવાય છે. એટલે માને કે મર્યાદા કરનારે પદાર્થ કેઈ છે. શાની મર્યાદા? તે તે મર્યાદા ગતિન છે. જે ગતિની મર્યાદા કરે તે પછી સ્થિતિની મર્યાદા કરનાર પણ કઈક બીજો પદાર્થ જોઈએ. ગતિની મર્યાદા કરનારનું નામ ધમસ્તિકાય છે અને સ્થિતિની મર્યાદા કરનારનું નામ અધર્માસ્તિકાય છે.
અજીવતત્વની શ્રદ્ધા એ સમ્યક્રવ - આ ધર્માસ્તિકાયાદિ ભેદે રૂપે અજીવને માને ત્યારે જ સમ્યક્ત્વ સાચું ગણાય, નહિ તે સામાન્ય અજીવને માનનાર તે દરેક દર્શનકાર છે, પણ આવી રીતે ધર્માસ્તિકાયાદિ પાંચ જડ પદાર્થોને પણ અજીવતત્વ તરીકે માને ત્યારે જ સમ્યક્ત્વ ગણી શકાય. ( જેમ કાચના ટૂકડાને હીરે કહેનાર કરે ઝવેરી ન ગણાય, તેમ ઘટપટાદિ પદાર્થોને અજીવ માનનારે સમ્યક્ત્વ ન ગણાય. તત્વે કરીને પદાર્થનું શ્રદ્ધાન વાસ્તવિકપણાએ–સ્વરૂપે કરીને પદાર્થનું શ્રદ્ધાન તેનું નામ જ સમ્યક્ત્વ છે. નામ માને કરી સમ્યક્ત્વ ન હોય. અર્થાત્ ધર્માસ્તિકાયાદિ ભેએ કરી અજીવ પદાર્થોનું શ્રદ્ધાન થાય તે જ સમ્યકત્વ! જીવ અને અજીવ એ બે પદાર્થોનું સ્વરૂપ જુદું અને નામ પણ જુદું છે, જેમ હીરાનું સ્વરૂપ જુદું અને નામ પણ જુદું છે, અને કાચના ટૂકડાનું નામ પણ હીરારૂપે જુદું.
વિરમે નહિ તે બે દરેક આસ્તિક દર્શનવાળા સુખના સાધનને પુણ્ય માને અને દુઃખના સાધનને પાપ માને એમાં બે મત નથી, તેમજ ફરક પણ નથી. જે જીવના સ્વરૂપને અંગે ફરક હતું તે સ્પષ્ટ દષ્ટિએ પુણ્ય-પાપમાં ફરક નહિ લાગે પણ જરાક વિચાર કરે. જેમ દુનિયા કહે છે કે કરશે તે ભગવશે, કરશે તે પામશે, પણ જેના દર્શનને પ્રથમ પગથિયે ચલે મનુષ્ય તેમ ન બોલે કે કરશે તે