________________
૨૨૯
૨૪. ત્રણ પ્રકારના છ ઝવેરીને ગપ્પીદાસ જ માને, તેમ અહીં ખાવા, પીવા, ઓઢવાને જરૂરી માનનારે ધર્મને નિરૂપયોગી માને, તેમાં આશ્ચર્ય નથી. જેમ ઝવેરી મેતીના પાણીને સમજે, તેમ અહીં જેઓ સમજ છે, આત્માના તત્વને ઝવેરી વિચારનારા છે, તેના સદુપયોગ, દુરૂપગ કે અનુપયેગને સમજનારા છે તેઓ તે ધર્મને ઉપયોગી ગણે પણ દુરૂપયેગી કે નિરૂપયેગી તે ન જ ગણે
જરૂરી ચીજ કઈ ? હવે એક વાત ખ્યાલમાં રાખીએ કે ચાર જણ રસ્તામાં જતા હતા. વચમાં એક ઝાડ આવેલ. ત્યારે દરેકે ફળ, ફૂલ, પાંદડાં, થડને ઉપગી ગણાવ્યાં, પણ તેઓ બોલ્યા કે તેનું મૂળ શું કામ લાગે? કહે, આને શું કહેવું? મૂર્ખના સરદાર સિવાય બીજું શું કહેવાય? આ થડ, પાંદડાં કે ફળ તે કેના પ્રતાપે છે? કહો કે મૂળના પ્રતાપે જ તે બધું. તે ચારમાં મૂળને નકામાં કહેનારે મૂર્ખ ગણાય. તેમ અહીં ખાવાપીવામાં કામ ન લાગે તે આ ધર્મ છે તેથી તેનકામે છે એમ કહેનાર મનુષ્ય મૂર્ખ છે, પણ તે નથી સમજાતે કે ખાવા, પીવા કે ઓઢવાના સંજોગોને અનુકૂળ કરનાર કેશુ? કહે કે પુણ્યના પ્રતાપે છે એટલે જ ધર્મ જરૂરી છે. તમે તપાસે તે ખાતરી થશે કે પુણ્યના પ્રતાપ વિના કેટલાક જીવે ખાવા-પીવા વિનાના, અરે એઠવા પાથરવા વિનાના હોય છે, કારણ કે પુણ્યની ઓછપને લઈને તે વસ્તુની પ્રાપ્તિ થઈ નથી. આથી દુનિયામાં જરૂરી ચીજ ધમ અને પુણ્ય જ છે.
પરભવની બેંક કઈ? શાસ્ત્રકાર કહે છે કે જેમ વિલાયતમાં બેન્કો હોય છે તેથી અહીં રૂપિયા ભરે કે ત્યાંની સ્લીપ મળે. પરદેશી બેન્કે નાણાંની હેરાફેરી કરવામાં સફળતા મેળવે છે તેમ આ ધર્મ એ પણ પરદેશી બેન્કની જેમ પરભવની બેંકરૂપ છે. અને પરદેશી બેંકમાં જે નાણું જમે ન કરાવે તે વ્યાપાર ન જ કરી શકે. તેમ આ ધર્મ એ પણ પરદેશી ઍક પરભવ માટે છે. તેમાં જેટલું જમે કરાવે તેટલું જ મળવાનું