________________
૧૫૮
ષોડશક પ્રકરણ દર્શન હોય તેને આ વચન રૂચે છે. તે શાસ્ત્રના વચનની જગ્યા પર તે ઉથલાવવા માટે છેલ્લે પુદ્ગલ પરાવર્ત આવશે ત્યારે વચન રુચશે.
આને અર્થ શો ? શાસ્ત્રકારે વચનની રૂચિ દ્વારા છેલ્લે પુદ્ગલ પરાવર્ત સાબિત કર્યો ત્યારે આને ઉડાડી મૂક્યું. તમે જિનેશ્વરનું વચન માને. પણ જ્યાં સુધી છેલ્લે પુદ્ગલ પરાવર્તન આવે ત્યા સુધી રૂચિ થઈ હોય તે નથી થઈ તેમ માનશે. જ્યારે છેલ્લા પુદ્ગલ પરાવર્તની સિદ્ધિ માટે શાસ્ત્રકારે કહ્યું છે કે
આ નિયમ કે જે એક પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી ન હોત તે જિનેશ્વરનું વચન રૂચત નહિ. જેથી રૂગ્યું તેથી એક પુદ્ગલ પરાવર્તની સાબિતી કરી. ત્યારે એને ઉપર પ્રમાણે ઊથલાવી નાંખી.
દેશવિરતિના પરિણામ થાય ક્યારે ?
મેહનીયમાં ૬૯ અંતઃકેટકેટમાં ૫૫મની સ્થિતિ ખપે અને તેની પપમ પૃથકત્વ સ્થિતિ જાય ત્યારે દેશવિરતિ થાય તે નક્કી. ચારિત્ર સંખ્યાતા સાગરેપમની સ્થિતિ જાય ત્યારે થાય. તે તે તું દેખે છે તે શાનું ચારિત્ર કહે છે ? આમ કહીને સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિને ખસેડે છે તે અગ્ય છે. વચનની પરિણતિ થઈ, પાપથી વિરમવાને વિચાર થયે, સાધુપણું લેવાને ભાવ થયે તેથી તે થયેલાં છે. તે જગ્યા પર ઝેર જીવડાએ કર્મને નામે કાર્યને ખસેડે છે. શાસ્ત્રકારે કાર્યને માટે કારણ જણાવે છે. માટે જિનેશ્વરનું વચન દિલમાં પરિણમે. સત્યભાવ, શ્રદ્ધા, વર્તવાનું, આરાધવાનું મન થાય તે તે આત્મા ચરમ પુદ્ગલ પરાવર્તમાં આવેલ હોય, માટે આ બન્યું તેથી ભવસ્થિતિ અનંતી કાપી નાંખી છે. માટે તેને અપૂર્વકરણ જાણ. ચિંતામણિ કલ્પવૃક્ષ મળ્યું તે શાથી કહે છે? ફળ દેખાય છે તેથી. તેમ અહીં અનંતા ભવ નથી. તેની છાપ મારી, માટે ધર્મ ચિંતામણિ તેમજ કલ્પવૃક્ષ જેવું છે. જિનેશ્વરેનાં જે વચને તેની આરાધનામાં ધર્મ છે.
વચન કેમ ? તેની આરાધના કેમ તે જે જણાવશે, તે અંગે
વર્તમાન.