________________
ખ્યા
જ્ઞાન અને આરાધના 8826
. છેવટે તે છે. શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી ભવ્ય જીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી કેવળ રખડુંપટ્ટી કરી રહેલ છે. અર્થાત્ દરેક ભવમાં જન્મ લે, જહેમત ઉઠાવવી, જર, જેરૂ અને જમીન ભેગાં કરવાં અને મિનિટમાં મૂકીને નીકળવું પડવું. લવારિયા વગેરે ભટકતી પ્રજા છે, છતાં તે રાચરચીલું મૂકીને નીકળતી નથી. જે મેળવે છે, તે સાથે લઈને જાય છે. એક ગામથી બીજે ગામ યાવત્ ગામેગામ ભટકે ખરી. છતાં મેળવેલું લઈને જાય. મૂકીને જવાની જાત હોય તે આ જીવની છે. આ જીવ એવી ર્ભટકતી જાતને છે કે જીવન પર્યત મહેનત કરીને મેળવે છે. આહાર, શરીર, ઈન્દ્રિય, વાચ્છવાસ, વચન, મન, કાયાની શક્તિ મેળવે છે, એ રીતે છ પયૉસ્તિઓ જેને કહેવાય છે તેને ખીલવે છે છતાં અંતે મીંડું.
પહેલાં જન્મમાં જેટલી આહારશકિત કેળવી છે તેમાં જતી. વખતે ગળથુથની પણ મુશ્કેલી છે. આ ભવમાં આવ્યું, તેમાં આહારશકિત ખીલવતા વધે. કમે જન્મે. જન્મે ત્યારે શરીર એક વંતનું હતું. ઈન્દ્રિયની, શ્વાસોચ્છવાસ લેવાની, બલવાની, વિચારની શકિત ખીલવી. જેમ જેમ અવસ્થા થતી ગઈ તેમ તેમ તે બધી શકિતઓ ખીલવતે ગયે પણ છેવટે તે તે શકિતઓ છેહ દેવાની. જ્યાં ભવને છેડે આવે ત્યાં એક પણ શકિત આગળ રહેવાની નહિ. આ સંસારમાં રહેલા દરેક જીવનું આ થતું આવ્યું છે.