________________
૨૦. જ્ઞાન અને આરાધના
ત્યાં આપણી ઇન્દ્રિયે કામ નથી લાગતી. તે પછી કામ લાગે શું? તે કામ લાગે વચન.
તે કયું વચન કામ લાગે? અતીન્દ્રિય પદાર્થોને દેખનારા, જાણનારા, તેવાએ કહેલું તેનું નામ “વચન.” અતીન્દ્રિય પદાર્થોને દેખનારા મહા પુરૂષનું વચન કામ લાગે. માટે પ્રગટ કહેલું તે વચન અહીં લેવાય.
- જયણની શરૂઆત સર્વજ્ઞ ભગવાને કહેલાં વચનની આરાધના શા માટે? જેમ બીજા લેકમાં અષાઢ સુદ ૧૧ને દેવપોઢી અને કાર્તિક સુદ અગ્યારસને દેવઉઠી અગ્યારસ કહેવાય છે. તે દેવઉઠી અગ્યારસે ઉઠયા એટલે ચાર મહિના ઉંધ્યા તેમાંથી શું દેવ ઉઠયા! ચારે મહિના દિવસ અને રાત ઉંધ્યા કર્યું તેવા ભગવાનને માનનારની બલિહારી ! પણ ખરી વસ્તુ શી છે? કુણુ મહારાજને જ્યારે વિરાધને વધારે માલુમ પડી, “હું પોતે દરબાર ભરૂં, રાજવાડી નીકળે ત્યારે જીવહિંસાને પાર કેટલે?” તે માટે તેમણે દરબાર ભરવાનું બંધ કર્યું. રાજવાડી બંધ કરી તેથી તે અંતઃપુરમાં જ રહ્યા. અષાઢ સુદ અગ્યારસથી અંતઃપુરમાં દાખલ થવું અને કાર્તિક સુદ અગ્યારસે નીકળવું, તેથી આરંભ પરિગ્રહના ત્યાગની પ્રવૃત્તિ થઈ અને આવી રીતે ચોમાસાની જયણની શરૂઆત થઈ.
બૌદ્ધીએ પણ પહેલાં ચેમાસામાં ફરવાનું રાખ્યું હતું પછી લોકોમાં નિંદા થવા લાગી ત્યારે બુધે બધાને ભેગા કરીને કહ્યું કે વરસાદ વખતે સ્થિર થવાનું રાખે. બૌદ્ધને તે એલંભા કેણ દેનાર ? લીલેતર, બારીક જીવને કચડતા ફરે છે તે એલંભા દેનાર. કેશુ? તે વિચારે. જે ચેમાસામાં સ્થિર રહે છે તે એલંભા દેનાર. ડુંગળીને બાળી નાંખીએ તે પણ તે ગંધ ન છોડે. તેમ તેમણે ચોમાસાનો નિયમ કર્યો, પણ ત્રણ મહિના સ્થિર રહેવું તે નિયમ કર્યો એટલે પછી ચારમાંથી ગમે તે ત્રણ મહિના સ્થિર રહેવું. એક મહિને છૂટને ખરે! એટલે શું થયું ? એમાસાની અસલ સ્થિતિને પેલાએ દેવપોઢીમાં મૂકી દીધી. બીજાએ ચારમાંથી ત્રણ મહિનામાં મૂકી દીધી! બીજા રાગદ્વેષથી ભરેલા હોય તે જ આ રૂપે ફરે.