________________
૨૦૫
રર. કરણ અને કારણ લેણદાર લેવા આવ્યું હોય, ત્યારે કહે: કાલ–પરમ દહાડે આપશું ? તે વાયદો કેણ કરે? તે જેની કથળીમાં કાણું હોય તે. ભરેલી હોય તે વાયદે ન કરે. આપણે દરેક રોગને ઉપાય કરી લીધો અને વાયદો કર્યો પણ રોગ મટયે નથી. અત્યારે લગીર બંધ કર્યો, પણ ભવિષ્યમાં તે આવવાને કારણ કે જ્યાં સુધી તમારી અસાતાની વ્યાધિરૂપ જડ ખસેડી નથી, ત્યાં સુધી તમારી દવા-ઉપાયથી ખસેલું દર્દ દુઃખ તે હંમેશ માટે ખસેડેલું સમજવું નહિ. જગતના જે બાહા ઉપચારે તે કર્મના વાયદા જેવા છે, એટલે કે મહાપુરુષે કર્મને વાયદો ન કરે, તે તે ઉદીરણ કરીને વેદે. જેમ આગળનું ન પાકતું હોય તે વ્યાજ કાપીને પતાવી દે. કેટલાક વાયદે કરે અને કેટલાકે કહેવડાવીને દઈ દે. પ્રાચીન પુરુષે કહેવડાવીને દઈ દેનારા હતા.
પૂજણું નહિ પણ સાવરણીનું કામ ભગવાન મહાવીર મહારાજે કહેવડાવીને દઈ દીધું : “અરે, વેદનીય! તારું લેણું લઈ લે, આગળ હું મોક્ષમાં જવાનું છું. તારે લઈ લેવું હોય તે લઈ લે. અનાર્યના દેશમાં જાણી જોઈને તે ભગવાન ગયા. જ્યાં આવા પરિષહે, ઉપસર્ગો, વળી પેલા હિંસાકારી તેમને કૂતરા કરડાવે. આર્ય લેકે ભિખારીને આપવાનું હોય તે આપે, નહિ તે બારણું બંધ કરે, પણ પેલા અનાર્ય તે ભગવાનને મારે તેવી જગ્યાએ ભગવાન ગયા. તેને માટે એક ખેડૂતનું દષ્ટાંત લે છે. એક ખેડૂત છે. તે થોડું વાવેતર હેય તે પિતાના હાથે કાપીને ઘરભેગું કરે. પિતાનાથી અને કુટુંબથી પહેચાય નહિ તે મજૂરે લાવીને પિતાનું ખેતર સાફ કરાવે. તેમ “અહીં, મારે અહીંના કેઈ પણ સંયોગે મારાં કર્મો શાંત (પૂરા) થાય તેમ નથી. અહીં આગળ મારાભાની (બાપની). છાયા પડી છે. પણ જ્યાં કઈ જાણે નહિ, એક દયાપાત્ર તરીકે ઓળખે, તેવી જગ્યા પર જવા દે. વિચારે, જાણી જોઈને આવા અનાર્ય દેશમાં જનારા મહાવીર અને તેના આપણે અનુયાયી! લગીર ખીલી વાગે તે આપણે સત્તર લેપ કરીએ. આંખે જરાક ખટકે થાય તે અઢાર વખત આંખે આંજીએ. જેઓ કમને નેતરાં દઈને તેનું લેણું પતાવતા હતા