________________
૨૦૪
પડશક પ્રકરણ દર્શન પાકતું રહે અને ઉપર ચામડી આવે તેવી દવાને અલ વગરને. સારી ગણે, પણ અકકલવાળા સારી ન ગણે, માટે બાહ્ય દુઃખોના ઉપાય કરવા તે બહારની રૂઝ.
આધિ અને વ્યાધિ તે તે કર્મના કાંટાઓ એક ગૃહસ્થને ત્યાં બાવળીઓ હતે. આંગણે એક ભાઈને કાંટે વાગ્યે તેણે પથરાથી કાંટાને ચૂરે કર્યો. તે પણ કાચની કણ કરતાં નાને તેમાં થયું શું ? કાંટા વાગતા બંધ થયા? ના કારણકે બાવળીઓ દૂર થયા વગર કાંટા વાગતા બંધ થવાના નહિ. જે આધિવ્યાધિ તે કર્મના કાંટાઓ, છે, તેથી કર્મરૂપી ઝાડ ઉખેડાય નહિ. ત્યાં સુધી કાંટારૂપી આધિ, વ્યાધિ બંધ થાય નહિ. આવેલી વ્યાધિ રેગના ઉપાયે કરે, પણ જડ ન જાય તે તે ઊભા છે. અહીં આગળ એક રોગ ગે, બીજો રોગ આવ્યો. તેની દવા કરી. આધિ અને વ્યાધિની દવા કરી પણ મૂળ ન ખસ્યું તે ભવિષ્ય માટે બંધ થાય જ નહિ. ભવિષ્ય માટે બંધ કયારે થાય? જ્યારે તેનું નિદાન સમજીએ, કારણે સમજીએ, કારણે અને નિદાનને સમજીને દવા કરીએ તે સફળ, નહીંતર અંદર પાક અને ઉપર રૂઝ
મૂળમાં જોવાની જરૂર અહીં આગળ પણ આપણને આવી પડતાં દુઃખેને ઉપાય કરીએ. તાવ, ઝાડા વગેરેને ઉપાય કરીએ, પણ તેની જડ તપાસી નહિ. કારણ ન જણાય અને તે ખસેડાય નહિ ત્યાં સુધી કાર્યને ખસેડાય નહિ. જ્યાં સુધી બાવળીઓ ખસ્યા નથી ત્યાં સુધી કાંટા દૂર થાય નહિ. તેમ અહીં આગળ આધિ અને વ્યાધિનાં કારણે નાશ કરવામાં ન આવે ત્યાં સુધી દુઃખને નાશ કરવા માટે ગમે તેટલા ઉપાય કરે તે પણ ભવિષ્યના દુઃખને નાશ થાય નહિ. વર્તમાન દુઃખને નાશ થાય તે બહેત્તર.
બાહ્ય ઉપચારે તે કમના વાયદા પ્રાચીનકાળના રાજાઓ મહેતલ માંગે નહિ. વાય કેણ કરે ?