________________
૨૧ પુદગલ, ગુણ અને ગુણી
૧૯૩ સાધી ન શકીએ, તે જેમ હથિયાર છે, સાધનસામગ્રી છે છતાં શત્રુના ટપલાં ખમે તે કે ગણાય ? તેમ આપણને આ મનુષ્યપણું, આર્ય ક્ષેત્ર વગેરે સાધને મળ્યાં કે જેના વડે કર્મ રાજાને સર્વથા નાશ કરી શકાય તેવાં તે મળેલાં છે, છતાં આપણે કર્મને આધીને ચાલ્યા કરીએ અને કહીએ કે જે કર્મને ઉદય. વાત ખરી. પણ તું બાયલે થયે તેને વિચાર આવ્યો?
આ વાત વિચારશે તે જૈન ધર્મવાળાએ બધી વાત એક બાજુ મૂકી અને દેવ, ગુરુ કેમ માન્યા તે સમજાશે. શાથી?
ગુણથી. ગુણ કયારે ?.
તે કર્મને હણ્યા ત્યારે. કમ હણ્યાં તેથી ગુણે અનંતા છે તે આપણું કેન્દ્ર કર્મને હણવા માટે જ અહિંસા બેલીએ છીએ.
છેલ્લા પુદ્ગલમાં મનુષ્યની સ્થિતિ હરિભદ્રસૂરિજી કહે છે કે જે મનુષ્યમાં ઉદ્યમ અને કર્મ બળવાન હોય પણ આત્માને કર્મના કરતાં બળવાન બનાવતા નથી તે મનુષ્ય છેલ્લા પુદ્ગલપરાવર્તનમાં નથી. જે કર્મને હણવાની ઈચ્છાવાળે નથી તે છેલ્લા પુદ્ગલપરાવર્તનમાં નથી. હરિભદ્રસૂરિજીએ બે જ વાડા પડ્યા. એક છેલાને અને એક વધારેને. તેની નિશાની શી? કર્મ કરશે તેમ થશે તે આ છેલલા પુદ્ગલ સિવાયને સમજાવે. છેલા પુદ્ગલમાં હોય તે તે કર્મના ઉદયને કાબૂમાં લઉં, નવાં કર્મ બાંધું નહિ તથા નવાં કમે બાંધીને તેનાં ફળ ભોગવવાનો વખત લાવું નહિ.” આ વિચાર છેલ્લા પુદ્ગલમાં જીવ આવે ત્યારે જ આવે અને ત્યારે જ ધર્મ શબ્દ બોલવાને તે લાયક થાય.
આ વિચાર આવે ત્યારે “મારે જીવ કર્મ કરતાં બળવાન, કર્મના ઉદયને દાબ અને કર્મને ઉદય ન જાગવા દેવે તે મારૂં કર્તવ્ય છેઆ વિચાર આવે. આ વિચાર આવે ત્યારે જ ધર્મ. ૧૩