________________
૧૬૪
ષોડશક પ્રકરણ દર્શન
જેમાં હું ડૂબી શકું. આનું નામ અવળચંડાપણું. વાકય કયા મુદ્દાનું છે અને તેને લઈને મૂકે કયા મુદ્દા પર ?
આત્મા અહીંથી મેક્ષમાં અંતમુહૂર્તમાં જાય. આવા શાસ્ત્રકારના વચનને અવળચંડા શું કહે છે. આ જીવને અંતમુહૂર્તમાં મોક્ષ થશે માટે સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરવાનું શું કામ?
કેવળી મહારાજે પેલાને સાત ભવ કહ્યા ત્યારે તેણે અર્થ છે કર્યો? ચાહે તેટલું પાપ કરીશ તે સાતના આઠ ભવ થવાના નથી. ઊભો ઊભે સુકાઈ જાઉં તે સતિના છ થવાના નથી. કેવળીનાં વચનને
આ ઉપયોગ કરે તે આજકાલના નિર્માગીઆ શાસ્ત્રનાં વચનને અનુપગ અને દુરૂપયેગ કરે તેમાં નવાઈ શી ? વચનને તમે દુરૂપયોગ ન કરશે. અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વી, વિરોધી કંઈ પણ કરનાર ન હોય તે પણ જીવ ચૌદમે ગુણઠાણે જઈ શકે એટલી તાકાત છે, તે માટે જણાવેલું વચન સંયમ, તપ, પરિષહ સહન કરવાં વગેરેના નિષેધ માટે નથી, પણ તેને ઉપયોગ કરી લેવા માટે છે.
મન ચંગા તે કથરોટમાં ગંગા.” તેને અર્થ “મન પવિત્ર હોય તે ઘરમાં ગંગા છે. ત્યારે મન શેમાં પવિત્રતામાં. પણ દુભાંગીએ તેને ફેંકી દેવાનું કર્યું. શાસ્ત્રકારે આ વાકય શા માટે કહ્યું ? તપ, જપ વગેરે મૂકવા માટે કે મન માંકડાને વશ કરવા માટે ? તે તેને વશ કરવા માટે કહેલું છે. ત્યારે દુર્ભાગીએ તેને ઉપયોગ ક્યાં ? તે તપ, જપ ત્યજી દેવા માટે કર્યો. આ વાકયને દુરૂપયોગ થાય તેમાં નવાઈ નથી. માટે જણાવવું પડે કે મિથ્યાત્વી અંતર્મુહૂર્તમાં મેક્ષ પામી શકે. આ વાક્ય જીવની શક્તિના વર્ણન માટે છે, પણ તે બને કયારે? તે અનંત કાળે કેઈક જ જીવને બને.
એક તણખલું ગામ બાળે અનાદિ કાળને મિથ્યાત્વ હોય, તે કોઈ વખત સમકિત પામે, પડે, પાછે મિથ્યાત્વમાંથી ઊંચે આવે અને મોક્ષ પામે તે વાત જુદી. અંતર્મુહૂર્તમાં મેક્ષ મેળવી શકે તેટલી તાકાતવાળ જીવ છે, પણ તે