________________
૦૪
ષોડશક પ્રકરણ દર્શન ગયા જન્મને અને આવતા જન્મને પિતે વિચાર કરી શકે. ગયા ભવમાં સત્કાર્યોની અનુમોદના અને આવતા ભવનાં સત્કાર્યો તે કરી શકે, જે જીવને જવાબદાર, જોખમદાર, કર્તા, અકર્તા, અન્યથા કર્તા માનતે હિય. આ જે ન માને તેને મારે જીવ કે હિતે? અને કોણ હતો ? તે વિચારવાને હકક નહિ. જેમ તમારે ત્યાં રહેલા કૂતરાને કયાં રહેવું, ક્યાં જવું તેને માટે તે હક્કદાર નહિ પણ તેના માલિકની મરજી હોય ત્યાં તે રહે અને ત્યાં જાય.
જેનેરે એ જગતના જ બધા કર્તા, અકર્તા, અન્યથા કર્તાની શકિતવાળા ન માન્યા. જેને ધ્યાનમાં રાખવું કે મૂળચંદભાઈ જેવા કહે કે “દુનિયામાં બધી એ પ્રજા છે. તેમાં તમે બે પાંચ કરોડમાં નહિ, માત્ર દસબાર લાખમાં છે, તે આ શું જોઈને જ હું લઈને બેઠા છે? ગમે તેમાં ભળી જાવને ?
અમને વાંધો નથી. પણ સ્વતંત્ર–પિતાને જવાબદાર અને જોખમદાર સમજનાર માત્ર જૈન પ્રજા છે. એકલા જૈને હેય તે અમને ફિકર નથી. પણ તેના સિદ્ધાંતને તમે કઈ આર્ય માની શકે તેમ નથી. બીજા બધાને ગુલામી માનવી. પહેલાં પ્રજા જ્યારે ગુલામીમાં હતી ત્યારે સ્વાતંત્ર્ય ઉત્થાન કરનારી સંખ્યા મુઠીભરની હતી. મુઠીભર હોવાથી કાર્ય બંધ કરવું તે બુદ્ધિમાનનું કામ નહિ, પણ કાર્ય સાચું છે કે નહિ તે તપાસવું જોઈએ. અહીં આખું જગત, જૈનેતર બધા વર્ગમાં ભલે પછી આર્ય હેય, અનાર્ય હોય, પૌર્વાત્ય કે પાશ્ચાત્ય વર્ગ હોય પણ તે બધા જીવને જવાબદાર અને જોખમદાર વગરના માનનાર છે, પણ તેઓ જીવ જવાબદાર, જોખમદાર, કતા, અકર્તા, અન્યથા કર્તા માનનારા નથી.
જેન સિદ્ધાંતની વિશિષ્ટતા તમારે ત્યાં રેશ્ચિમ કેટલું ? ડું છે ને બીજી વસ્તુઓ વધારે છે તે તેમાં નાખી દે ને ? તેને જૂદું કેમ રાખ્યું છે? કહેવું પડે કે તેની સ્થિતિ બધાથી જુદી છે. તેમ અહીં પણ આની સ્થિતિ જુદી છે. માટે જ કહ્યું કે