________________
ખ્યા
ધર્મનું નિરૂપણ
૧૩
આર્યનું લક્ષણ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ષડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ જગતભરમાં આર્ય પ્રજા માત્ર ધર્મને માનનારી છે. તેથી શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહસ્વામીજીએ જનસમુદાયની અપેક્ષાએ આર્ય ને અનાર્યનું લક્ષણ કરતાં જણાવ્યું કે જ્યાં ધર્મ એવા અક્ષરે સ્વપ્ન પણ ન હોય તેને “અનાર્ય કહે. સ્વપ્ન ક્ષેત્રને ન હોય, પણ મનુષ્યને હાય. જગતમાં પણ શબ્દ પ્રસિદ્ધ હોય તે તેને પદાર્થ કેઈ વિચારવા બેસતું નથી, પણ શબ્દને સીધે વ્યવહાર દુનિયા કરે છે.
આર્ય શબ્દની સમજણ જગતે અને જૈનેતરેએ ઈશ્વર એવે વ્યવહાર કર્યો પણ તે સર્વજ્ઞ, વિતરાગ છે માટે પરમેશ્વર માનીએ છીએ તેમ નથી રાખ્યું પણ “જગત” કરીને ચાલ્યા માટે તેઓ પરમેશ્વર માને છે. પણ તેનું સ્વરૂપ કયું? તે અંગે વિચાર ન કરે. “આર્ય શબ્દ દરેકના ખ્યાલમાં છે ને દરેક વાપરે છે. પિતે “આર્ય' કહેવડાવવા માંગે છે, પણ “આર્ય' શબ્દ કેમ બન્યો તેને ખ્યાલ નથી. માટે જણાવે છે કે-આદુ-ધા જાત-બા: ૩પરિત્યાય: (varo g૦ ૧૯) પહેલેથી છોડવા લાયક વસ્તુથી દૂર રહેલા તે “આર્ય, આપણે હિંદુને માટે લઈએ તે જન્મથી માંસ, મદિરાથી દૂર રહેલા. જૈન અંગે લઈએ તે જન્મથી રાત્રિભોજન, કંદમૂળથી દૂર રહેલા. તેમ આર્યમાં જે જે પાપનાં કારણે તેનાથી દૂર રહેલા છે તે માટે આર્ય, પાપથી દૂર રહેવું–ધર્મમાં