________________
વચનની વિશિષ્ટતા
ભૂતકાળ પહેલાં, પછી ભવિષ્ય શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર રિશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ આપવા ષોડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડતે રખડતે ભટકયા કરે છે, અર્થાત્ આ જીવ ભટકતી પ્રજા નહિ પણ રખડતી પ્રજા છે. અનાદિ કાળથી રખડ્યા કરે છે. અનાદિ કાળથી રખડવાનું થાય છે તે પહેલાં ધ્યાનમાં કોને આવે? જેઓ પિતાની જિંદગીને જેલ સ્વરૂપમાંથી પલટાવીને મહેલ સ્વરૂપમાં લાવવા માંગે તેને ભવિષ્યના વિચારો આવે. મહેલ સ્વરૂપન કરવા માગે તે પિતાની જિંદગીને જેલ સ્વરૂપ રાખી આ ભવના વિચારે કરે. હું અહીંથી ચાલીશ ત્યારે મારું શું થશે એવા ભવિષ્યના વિચારો જેને ન આવે તેને ભૂતકાળના વિચારો ક્યાંથી આવે? પહેલા કયા વિચારની જરૂર? ભૂત કે ભવિષ્યના ભવિષ્યની પ્રતીતિ માટે ભૂતના અને ઉદ્યમને માટે ભવિષ્યના વિચારોની જરૂર છે. એટલે ભૂતકાળના જીવનને, તેમાં કરેલાં કર્મોને, અને તેનું આ ફળ, છે, તેને વિચાર કરવાની જરૂર છે.
આ જીવન પણ એનું ફળ છે. આથી કેટલીક જગ્યા પર મનુષ્યને વૃક્ષ ગણીને મનુષ્યરૂપી વૃક્ષોનાં ફળે જણાવ્યાં છે. જ્યારે જગતમાં દેખીએ તે ફળને સ્વભાવ ભેગમાં આવે અને પાછે ને ઉત્પન્ન કરે. ફળમાં જ જે સ્વભાવ છે તે ભેગમાં આવે. અને તેને એ અંશ હોય છે કે જેમાંથી આખું વૃક્ષ ઊભું થાય. તેમ આ જીવન એ કર્મનું ફળ છે. આ જીવન જીવીએ, તેમાં જે કર્મો કરીએ