________________
૧૭ વચનની વિશિષ્ટતા
૧૪૯ નરકના જીવની જે સંખ્યા તેના કરતાં દેવતાની સંખ્યા અસંખ્યાત ગણી. આવા દેવતાના સ્થાનેમાં જગ્યા મળવી સહેલી કે મુઠ્ઠીભર, મનુષ્યમાં જગ્યા મળવી સહેલી? તે પછી સહેલું સ્થાન કયું ? જેમાં અસંખ્યાત સ્થાન હોય તેમાંથી કેઈ હાથ લાગે. મુઠ્ઠીભર સ્થાનકમાંના ગર્ભજ મનુષ્ય. સ્થાનની અપેક્ષાએ મનુષ્યપણું અ૫. તેથી તે મળવું મુશ્કેલ. મનુષ્યપણા માટે ઉમેદવારે ઘણું. દેવતામાં તેટલા નહિ. દેવપણું પામવા માટે લાયક ઘણું ઓછા. જ્યારે આ સ્થાન છે મુઠ્ઠીભર, ત્યારે પામવા લાયક (મેળવનાર) છે ઢગલે.
અનંતકાયના જીવે ત્યાંથી નીકળી સીધા મનુષ્યમાં આવે. એકેન્દ્રિય, વિકલેનિદ્રય, તિર્યંચે, દેવતા, નારકીઓ આ બધા આવે. વનસ્પતિમાં અનંતને જ, બધા દેવતા, તિર્યંચ, પંચેન્દ્રિય, નારકી મનુષ્યપણાને લાયક છે. તેના ઉમેદવારે અનંતા, લાયક અનંતા, ત્યારે સ્થાન મુઠ્ઠીભર છે. તેથી તેમાં ઉત્પન્ન થવું મુશ્કેલ. જ્યારે દેવના અસંખ્યાત સ્થાનકે, તે તેને લાયક કેવળ તિર્યંચ, પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્ય છે. તેમાં પણ ઘણા ભાગે લાયક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. ત્યારે ઉમેદવાર મુઠ્ઠીભર. તે પછી આ બેમાં કયું મેળવવું સહેલું? આ વિચાર જૈન કેમ કરી શકે.
એક શરીરમાં અનંતા જીવ અનંતકાય માનનારી જૈન કેમ છે. બીજાને અનંતકાય શબ્દ સાંભળે તે શૂળ થાય. તેને માનવું પડે છે કે કાળ તે અનંત ખરે. ભૂત, ભવિષ્ય કાળ અનંતે કહેવું પડે. તેમ તેને અનંતનું શૂળ થાય છે માટે મેક્ષે ગયેલાને પાછા લાવવા પડે છે. અનંત સંખ્યા સાંભળે તે શૂળ થાય. પરંતુ મેક્ષવાળાને કચરામાં પટકવા કબૂલ, પણ અનંત સંખ્યા ન માનવી. તેને અનંત સંખ્યા શૂળ જેવી લાગે. મનુષ્યને પિટ કે માથામાં શૂળ થાય તે તેને કંઇ ગમે નહિ, તેમ તેઓ અનંત શબ્દ સાંભળે તે શૂળ ઉપડે, માટે અનંત શબ્દ ખસેડવો જ જોઈએ. માટે એક શરીરમાં અનંતા જ રહે તે ક્યાંથી માને? ન માને તે વાત જુદી.