________________
૧૪૮
- શક પ્રકરણ દર્શન જગતની દષ્ટિએ જુએ તે ખાજાં કેટલાકને મળવાં અને જોવાં મુશ્કેલ પણ આપણે આપણું જીવનને જ વિચાર કરીએ તે મુશ્કેલ ન લાગે.
દેવપણું મુશ્કેલ કે મનુષ્યપણું ? ઈતર કેમને જૈન કેમ કરતાં ઘણી મુશ્કેલી પડે. કેમ? તે જે મનુષ્યપણુ જનને છે તે જૈનેતરને પણ છે. જેને તે વધારે મુશ્કેલ લાગે છે, કારણ, જૈન અને જૈનેતરે જીવ કેને માને? જેને પૃથ્વીકાયાદિને જીવ માને છે, જેનેતરે તેને જીવ માને નહિ. માત્ર કીડી, મકડા વગેરેને જીવ માને છે. તેને વિચાર ત્રસ જીવેની અપેક્ષાએ કરવા. ત્યારે જૈનેને ત્રસ અને સ્થાવર એ બંને જીવની અપેક્ષાએ વિચાર કરવાને. આપણે વિચાર કરવાને છ કાયની અપેક્ષાએ. પૃથ્વીકાયાદિના જીવે છે તે સ્થાવર છે. તે સિવાયના બીજા છે તે ત્રસ છે. તે જૈને વિચારે કે બધાને મનુષ્યપણું ન મળ્યું અને મળ્યું તે તે કેટલું દુર્લભ હેય? જે ચીજ દુર્લભ હોય તે છેડાને મળે. છે. પણ જે સુલભ હોય તે જ્યાં ત્યાં મળે છે અને ઘણાને મળે છે. આ બધા જ મનુષ્યપણા વગરના ગણાય. માટે જૈનને દેવપણું સહેલું છે પણ મનુષ્યપણું મુશ્કેલ છે, દેવતા મોટા જબરજસ્ત છતાં મુશ્કેલ તે નહિ. જૈન કેમ વિચારે તે માલુમ પડે કે દેવપણું સહેલું, મનુષ્યપણું મુશ્કેલ છે.
“રાશિ કેની ઓછી ? સર્વ જીવેની રાશિમાં ઓછામાં ઓછી રાશિ કોની? તે ગર્ભજ મનુષ્યની. તેનાથી ઓછી સંખ્યાના કેઈ છે નહિ. ૨૯ અંકથી વધારે નહિ. આના કરતાં બધી શશિઓ અધિકાધિક ગણાય છે. તે પણ અસંખ્યાત ગણી. કેઈ પણ આ મનુષ્ય રાશિથી સંખ્યાત ગુણમાં નહિ, અસંખ્યાતા ગુણમાં. બધી રાશિઓના અનંતમા, અસંખ્યાતમા ભાગે મનુષ્યની રાશિ છે. તે મનુષ્યની સંખ્યા કેટલી ઓછી?, દેવતાની સંખ્યા તે નારકી કરતાં અસંખ્યાત ગણી. સાતે નારકીના