________________
૧૫૦
ષોડશક પ્રકરણ દર્શન
ચાર આંગળની દલાલણ મેતીભાઈ જેવા કહે છે કે એમાં અનંતા જીવ કેમ કહ્યા ? તે કહેવાવાળે એમ શંકા કરાવીને પેલાને માર્ગથી ખસેડે છે. પેલાને કહેનારને વિચાર આવે તેથી અહીં સોયની અણીનું દાત લઈએ. એક હેલમાં લાખ દીવા હોય તેમાં સોય ઊભી કરીએ તે લાખ દીવાનું અજવાળું સેયની અણી ઉપર છે કે નહિ? સોયની અણીમાં લાખ ભાગ બતાવે તે ખરા. અજવાળા જેવી રૂપી ચીજ પરસ્પર બાધારહિત રહી શકે છે, તે પછી અરૂપી એવા છે, એમાં અનંતાને રહેવામાં શું વાંધો આવ્યો?
વધે એક જ આવ્યું કે આ ચાર આંગળની દલાલણ લુચ્ચીદલાલણ છે. કેમ? જેમ માલિક પાસેથી દલાલ માલ લે અને ઘરાકને સેપે, તેમ દાંત તે અનાજના કેળિયા પાસે પણ તે હાથે લે. આ પેટ ઘરાક, તેમાં તેને વચમાં રસ લેવાની દલાલી. ઘરાક ધરાઈ જાય છે, પણ દલાલ કહેઃ લે લે, તેમ પેટ ભરાઈ ગયું હોય, “છતાં બે કેળિયા ખાવા દે. આ ચાર આંગળની દલાલણને કઈ દહાડે સંતોષ ન થાય. તેઓ માલ લેનાર અને દેનાર ધરાયા પછી તેઓ સંતેષ પામે પણ દલાલને સંતોષ ન થાય, લાખ મણ ઘી ખાય તે પણ ચીટકી એક અંશ પણ નહિ, દલાલ દલે લે પણ દેખાવમાં નહિ, તેમ આ ચાર આંગળની દલાલણ લુચ્ચી સ્વાદ લે પણ દેખાવમાં નહિ.
વધે ત્યાં છે કે અનંતકાય માનશું તે શકરિયાં ગાજરિયાં ખાધા વિના રહી જવાશે. આ ખાવાનું રહી જાય તે કેમ પાલવે? અનંતકાય માને તે તે બંધ કરવું પડે. દલાલણને તે બંધ કરવા પાલવે નહિ, માટે અનંતા કેમ રહે તેવો પ્રશ્ન કરે. તેને કહીએ કે અજ. વાળાનું દષ્ટાંત વિચારી લે.
સ્થાનમાં અનાબાધપણે જીવને રહેવાને સ્વભાવ, તે પછી તેમાં અનંતા રહે તેમાં તને વાંધો શું આવે? વનસ્પતિમાં અનંતકાય માનવા મુશ્કેલ, ત્યારે ચંપકભાઈ જેવા કહે કે મોક્ષે જાય તે ત્યાંથી