________________
૧૭. વચનની વિશિષ્ટતા
૧૫૧
પાછા આવે નહિ તેા અનંતા કાળે અનંતા મેક્ષે જશે તે જીવા ખૂટી હું જાય? આ સંસારના બધા જીવા માક્ષે જાય એટલે ખૂટી જવાના, તેવી શંકાવાળાને ઉપરની દલીલથી શાસ્ત્રની વાતને રજુ કરે છે. કેટલીક વાત શાસ્ત્રની સમજવામાં ન આવે તે દલીલથી કહી શકાય છે. મુદય અને મિથ્યાત્વીઓ
મહ્દક નામના શ્રાવક છે. તે ભગવાનને વંદના કરવા જતા હતા. ત્યાં રસ્તામાં મિથ્યાત્વીએ કાલેાદાયિ વગેરે બેઠેલા છે. મદુક આવે છે તેમ જોયુ, એટલે તે રસ્તા ઉપર આવ્યા. ‘મદુકજી કયાં જાએ છે ?”
ત્યારે મદુક કહે છે કે ભગવાન મહાવીર આવેલા છે તેમને વંદન કરવા જાઉ છુ.
તમારા શ્રમણ ભગવાન આ જગતમાં જીવ અને જડ એમ દુનિયાને માને છે. પણ જડ વસ્તુ ઘટપટાદિ છે. ત્યારે તમારા મહાવીર જડ શબ્દથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયા િલે છે. તેમાં આકાશાસ્તિકાય દ્વેખીએ તેથી માનીએ, પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તે તમે માના છે ને ?
તે મદકે કહ્યું કે તેવું માનુ છુ. ભગવાને જેવું કહ્યુ તેવુ માનુ છું. ત્યારે કાલેાય વગેરેએ કહ્યું કે ધર્માસ્તિકાય કયાં છે? ત્યારે મદકે કહ્યુ-આખા ચૌદરાજલેાકમાં વ્યાપક માનેલા છે. “મદુક! તમારા મહાવીરના કહેવા પ્રમાણે છે તે તમે દેખા છે, જુએ છે અને તેથી માના છે ? જેદેખતા કે જોતા ન હો તા તમારા જેવા આંધળી શ્રદ્ધાવાળા કહેવાય., કારણ કે દેખે નહિ, જુએ નહિ અને છે એમ માને-કબૂલ કરે તેના જેવા આંધળી શ્રદ્ધાવાળા કાણુ ?” ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વિષે સમજણ
કાલાદાયિએ મદકને કઈ જગ્યા પર મૂકયા તે વિચારો. અન્ય ધર્મોની પ્રીતિ કરવાની ? ના પાડે છે, તે આવા ચક્કરમાં નાખનારા છે. તે ચક્કરમાં નાખવા માટે ભગવાન કહે છે તે અહી' કહે છે. તે