________________
૭. વચનની વિશિષ્ટતા
૧૪૭
તેનાથી બીજું જીવન થાય. પરંતુ આ જીવન એ અમુક કર્મો દ્વારાએ આવ્યું તે પ્રતીતિ કયારે? તે ભૂતકાળના વિચાર કરીએ ત્યારે મુશ્કેલ એવી મનુષ્યની આ જિંદગી તે આપણને કેમ મળી ? આપણે કયારથી સમજણું થયા, આપણને અકકલ આવી ? કહે કે ગમે ત્યાંથી આવી, પણ આવી. તે મનુષ્યપણુમાં.
બાદશાહ અને બીરબલ આપણા વિચારે તે એ મનુષ્યપણાની કિંમત જ નહિ. કેમ ?
તે બાદશાહને જેમ ખાજાના ભૂક્કાની કિંમત નહિ તેમ. કેમ? બાદશાહ અને બીરબલ ગોખમાં બેઠા છે. તેવામાં ત્યાંથી એક ભિખારી નીકળે. તેને જોઈને બાદશાહે બીરબલને પૂછ્યું કે “હે બીરબલ! આ ભિખારી દૂબળે કેમ છે?”
ત્યારે બીરબલે કહ્યું કે “જહાંપનાહ! તેને ખાવાનું નથી મળતું માટે તે દૂબળે છે.”
ત્યારે બાદશાહે કહ્યું કે “સાલે, ગદ્ધ, બેવકૂફ ખાવાનું ન મળે તે ખાજાને ભૂક્કો ખાય પણ ભૂખે કેમ રહે?
વાત સાચી, બાદશાહ સમજણે થા, ઉછર્યો અને વર્યો છે બાદશાહતમાં. તેથી એને જગતને ખ્યાલ નથી. તેથી તે પિતાની સ્થિતિ દેખે છે કે ભૂકકે ફેંકી દેવાની ચીજ છે. બીજી ચીજો ભાંગતાં કરચ પડે તે નિયમ નહિ. ખાજુ આખું ખવાય નહિ. અને તેની કરચ પડયા વિના રહે નહિ. તે કરચ બાદશાહ વીણવા બેશે નહિ. માટે પિતાની અપેક્ષાએ કહે છે કે ભૂખે કેમ રહે છે? તે (ભૂકો) ખાઈને પેટ ભરે. બાદશાહે આ કહ્યું તે સાચું છે. પણ શ્રોતાની અપેક્ષાઓ કે જગતની અપેક્ષાએ વિચારે તો ખાજા જેવાં કેટલાકને તે મુશ્કેલ છે તે પછી ભૂક્કો કયાં?
તેમ આ જીવ પણ એક પિતાના જીવનને વિચાર કરે છે. તેથી મનુષ્યપણું દુર્લભ નથી પણ સ્વાભાવિક છે. કેમ? તે પાદશાહ