________________
૧૪, વચનની આરાધના
૧૩
વાયુ વગર તમારે ચાલે કે તમારા વગર વાયુને ચાલે? તમારા વગર વનસ્પતિને અટકે કે વનસ્પતિ વગર તમારે અટકે?
યાવત્ હાથી, ઘેડા, ગાય, ભેંસ આ બધાને તમારા વગર અટકે કે તેનાં વિના તમારે અટકે? ત્યારે કહે કે બધાંને તમારા વગર નથી અટકયું પણ તમને તેના વગર અટક્યું છે. આ કારણથી પરાધીન જીવન કેવું? પૃથ્વીકાયાદિનું કે તમારૂં? આ બધા પદાર્થોને તમારા વગર અટક્યું નથી, પણ આ બધા પદાર્થો વિના તમારું અટક્યું છે. તેથી તમારું જીવન કેટલી ગુલામીવાળું ? તમે એવું કંઈ પુણ્ય કર્યું છે કે જેથી તે બધા તમને આવીને મળે છે. પૃથ્વી, પાણી વગેરે તમારી તાકાતે આવે છે કે તેમની ભૂલે આવે છે? કહેવું પડશે કે તે વસ્તુઓ તમારી તાકાતે કે તેમની ભૂલે આવતી નથી. તે આવે છે શાથી? કહે કે તમે પુણ્ય કર્યા છે તેથી તે મળી રહેવાનાં,
હવે કઈ કહે કે કર્મ જડ છે તે તે શું ફળ આપે ? માટે ફળ દેનાર બીજે જોઈએ ને? આવું કહેનારે ઉપર જણાવ્યું તે પ્રમાણે વિચારી લેવું. કર્મની તાકાત–તેમાં શુભ કમની તાકાત એટલી બધી છે કે બધાં સાધને આવી મળે.
આપણે મયુષ્યપણામાં જીવીએ કયારે? આ બધાં સાધને મળે છે ત્યારે. તે કેણ મેળવી દે?
જે નસીબ કે પુણ્ય માને છે તે. જે જીવનમાં મદદગાર નથી, પણું વર્તનમાં મદદગાર અને સહકાર કરનાર છે. એકલા જંગલમાં હોઈએ અને તેમાં પણ મધ્યમાં હાઈએ તે શું થાય? તેથી સહકાર અને તેને લાયકનાં કર્મો કર્યા હોય તે જ આ મનુષ્ય જીવનમાં આવવાનું બને, પણ કોને આવવાનું બને? જેને આ વિચારવું હોય તેને. આવા વિચારવાળાને અમે વિચારવાળે ગણીએ છીએ.
- વિચાર શાને કરે? જાનું ” ગઈ વાત ન વિચારવી. થઈગયેલું ન વિચારવું.