________________
૧૨૪
ષોડશક પ્રકરણ દર્શન સાધ્યતાથી નવું ઉત્પન્ન થયું તેમાં મનુષ્યપણું સિદ્ધ છે, માટે તેને ઉપયોગ કેમ કરે તે વિચારવાનું. આપણે જે મનુષ્યભવ, જેવું આયુષ્ય, જીવન અને નસીબ બાંધ્યાં તેવાં બંધાઈ ગયાં અને મળ્યાં. હવે એને ઉપયોગમાં કેવી રીતે લેવાં. જે વસ્તુ સિદ્ધ થઈ હિય તેને ઉપયોગ કર્યા કરે, તે વિચારવાનું છે. જે ભવિષ્યકાળમાં થવાનું હોય તેને અંગે ઉપગને અવકાશ જ આ ભવનાં કારણે છે, માટે ભવિષ્યના વિચાર આવતા ભવ માટે છે. કયાં કર્મો મનુષ્ય માટે છે, તેમજ ક્યાં સાધને ને કયા સહકારે હું મળવું, એ જેઓ વિચાર કરે તેઓને શાસ્ત્રકાર વિચારવાળા ગણે છે, માટે તમારી જિંદગીને “મહેલ બનાવે; જેલરૂપ છે તેને સુધારી નાખે. એક આ ભવને વિચાર કરે. છોકરા તે ખાલી કરાવશે તેની ચિંતા. તું ખાલી થાય તેની ચિંતા છોકરા પાસે ખાલી કરાવે તે ચિંતા હજારે પ્રયત્ન કર્યા છતાં પણ આ ખાલી થાય છે તેનું શું? ત્યારે તેનું જ નામ જેલનું જીવન. આ ખાલી થાય છે માટે બંદોબસ્ત કરું. આ વિચાર થાય ત્યારે તેને મહેલનું જીવન ગણવું.
પહેલામાં પહેલા એવા આચારાંગમાં, તેના પહેલા શ્રુતસ્કંધમાં તેના પહેલા અધ્યયનમાં, તેના પહેલા ઉદ્દેશકમાં અને તેના પહેલા સત્રમાં જણાવ્યું કે વિચારવાળા કયારે ગણ્યા, તે ભૂત અને ભવિષ્યને વિચાર કરો ત્યારે. એટલે ભૂત અને ભવિષ્યનો જે વિચાર કરે તે “વિચારવાળે ગણાય. દક્તિ પ્રયોજન અર્થમાં છે તેથી માગણને અને સંજ્ઞાવાળા ગણાય. પણ તે વ્યવહાર પૂરતા, તત્વથી નહિ. પરંતુ ભૂતકાળનું, ભવિષ્યકાળનું જીવન તે વ્યવહારમાં આવે અને તેને અંગે વિચાર કરે તે “વિચારવાળા ગણવ. આવી રીતે આર્યમાત્ર આસ્તિકમાત્ર વિચારવાળે જ્યારે ગણાય? ભૂત ભવિષ્યના જીવનને વિચાર કરે ત્યારે.
જીવની તાકાત ભૂતકાળના જીવન માટે કહી શકીએ નહિ, પણ ભવિષ્યકાળનું જીવન અમારા હાથમાં છે. જેના માટે પ્રયત્ન ન ચાલે તે તે