________________
૧૨૨
ષોડશક પ્રકરણ દર્શન પહેલાની અને પછીની જિંદગીને વિચાર હોય તેને વિચારવાળો ગણે છે. એ વગેરેવાળા માટે આ “સંજ્ઞા' શબ્દ રાખે. કેને? તે મારે આત્મા ઉત્પન્ન થવાવાળો છે. આ કેટલાકને માલુમ નથી હોતું.
હું પૂર્વ-પશ્ચિમ વગેરેમાંથી આવ્યો છું; અહીંથી જવાને છું. આ વિચાર અને સંજ્ઞા કેટલાકને હોય છે. માટે કેટલાકને દીર્ઘ કાલિક સંજ્ઞાએ વિચારવાળા ગણ્યા. છતાં શાસ્ત્રકાર આયંદે-ભૂતની, ભવિષ્યની જિંદગી માટે વિચાર કરનારને વિચારવાળા ગણે છે. તે જેને ન હોય તેને “સંજ્ઞા નથી હોતી. અહીં ઘ-હેતુવાદિકી કે દીર્ઘકાલિકી ન લીધી, આપણને પૂર્વાપર ભવનું અવલોકન, પૂર્વાપર જિંદગીને વિચાર ન આવે પણ છતાં અમે મનુષ્ય છીએ તેમ કહેવા તૈયાર છીએ.
તમે મનુષ્ય કેમ? ઓસવાળ, પિરવાડ, શ્રીમાલી તે કુળમાં જગ્યા માટે તમે મનુષ્ય શાના? એને જ પ્રશ્ન મનુષ્યને છે.
આ નરભવ તમને કેમ મળે? પેલાને કેમ ન મળે ? પણ આ તે વિચારવાળા હોય તે વિચારે. ગયા ભવમાં મનુષ્ય-ગતિ, મનુષ્ય-આયુષ્ય ને સાતવેદનીય કર્મ બાંધેલા છે તેથી તું આ મનુષ્ય થયે છે. કષાયની અત્યંત મંદતા હોય તે દેવ થાય. કષાયની તીવ્રતા હોય તે નારકીમાં જાય. મંદતા હોય તો મનુષ્ય થાય પરંતુ તેવા ભાવભવ જીવનનાં સાધને ન હોય. ગતિ ને આયુષ્ય એ બને મળ્યાં. ગર્ભમાં જમીને મરવાવાળા તે મનુષ્ય-ગતિ અને મનુષ્ય આયુષ્યવાળા છે ? હા છે. પરંતુ તેની સાથે સાધન નથી.
પરાધીન જીવન નું? મનુષ્યપણું એવું છે કે પારકા સાધને તે ટકે, તે સિવાય ટકે નહિ બીજા છે તે સ્વતંત્ર હક્કોવાળા, ત્યારે મનુષ્યનું જીવન પરાધીને કેમ છે?
પૃથ્વી વગર તમારે ચાલે કે તમારા વગર પૃથ્વીને ચાલે ? પાણી વગર તમારે ચાલે કે તમારા વગર પાણીને ચાલે? અગ્નિ વગર તમારે ચાલે કે તમારા વગર અગ્નિને ચાલે ?